ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન આજે 14 માર્ચે 57 વર્ષનો થઈ ગયો છે. અભિનેતાના જન્મદિવસ પર, તેના ચાહકો તેને સોશિયલ મીડિયા (Social Media) પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ અને તેમના ખાસ મિત્રોએ પણ આમિરને જન્મદિવસની (Amir Khan Birthday) શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યારે હવે આમિર ખાને એક ખુલાસો કર્યો છે કે, તેની પૂર્વ પત્ની કિરણ રાવે તેને જન્મદિવસની અત્યાર સુધીની શ્રેષ્ઠ સોગાદ આપી (Social Media) છે.
આમિર ખાને કર્યો આ ખુલાસો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને એક્સ વાઇફ કિરણ રાવને લઈને મોટો ખુલાસો કર્યો છે. આમિરે કહ્યું કે, "કિરણ રાવે તેને અત્યાર સુધીની સૌથી બેસ્ટ બર્થડે ગિફ્ટ આપી છે. સાથે જ આમિર જણાવે છે કે, હાલમાં જ તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે વાતચીત થઇ હતી અને તેણે કિરણને તેની ખામીઓ અને નબળાઈઓની યાદીની સુચિ આપવાની વાત કરી હતી, જેને તે સુધારી શકે. આ ઉપરાંત, તેમણે મને 10 થી 12 પોઈન્ટ્સની યાદી આપી છે, જે મેં પોતે કોપીમાં લખી છે, તેથી આ મારા માટે જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ છે".
આ પણ વાંચો:Amir khan Birthday: આજે આમિર ખાન માટે 'સ્પેશિયલ ડે', જાણો તેના જીવનની આ ખાસ વાત
આમિર ખાન થયો ભાવુક