ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને એમેઝોન પ્રાઈમ વેબ શ્રેણીમાં આવવા દાખવી ઉત્સુક્તા - અમિતાભ બચ્ચન

મુંબઈઃ એમેઝોન પ્રાઈમ દ્વારા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને એક કાર્યક્રમમાં લઇ આવવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. બીગ બીએ એક સંમેલનમાં ડિઝિટલ પ્લેટફોર્મમાં કામ કરવાની રૂચિ દર્શાવી હતી.

amazon

By

Published : Aug 29, 2019, 9:52 AM IST

હાલમાં જ એક સંમેલનમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યું કે તેઓ એ અભિનેતાના રૂપે ડિઝિટલ પ્લેટફોર્મ પર સામે આવવમાં રસ દાખવશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે હું ડિઝિટલ પ્લેટફોર્મમાં કામ કરવા ઉત્સુક છું.

ભારત અને અન્ય દેશોમાં ખૂબ સુંદર વેબ શ્રેણીઓ બની રહી છે. જો કોઈ સંપર્ક કરશે, તો હુ તેવી એક શ્રેણીમાં કામ કરવાનું પસંદ કરીશ. અમિતાભ બચ્ચનને પોતાની આ વાત એમેઝોન પ્રાઈમના ક્રિએટીવ હેડ વિજય સુબ્રમણ્યમ અને અપર્ણા પુરોહિતની સામે એક કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કરી હતી. આ બંને ખૂબ જ ઉત્સાહી દેખાયા અને તુરંત જ આ અંગે વિચાર કર્યો હતો.

અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન પહેલા જ એમેઝોન પ્રાઈમ સાથે વેબ શ્રેણી 'બ્રીદ'ના બીજી સિઝન માટે જોડાયા છે. જે ડિઝિટલ પ્લેટફોર્મ પર અભિનેતાની શરૂઆતનું પ્રતિક છે. 'ખોપડી અને ગુલાબ'નું પ્રીમિયર 30 ઑગસ્ટે એમેઝોન પ્રાઈમ વીડિયો પર કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details