હૈદરાબાદ: સાઉથના અભિનેતા અલ્લુ સિરીશે બ્રધર્સ ડે પર તેના સ્ટાર ભાઈઓ અલ્લુ અર્જુન અને અલ્લુ બોબીને એક પોસ્ટ સમર્પિત કરી હતી. તેમણે કહ્યું કે, હું આભારી છું કેસ નાનપણથી જ મારુ જીવન સરળ બનાવ્યું છે. સિરીશે અર્જુન અને બોબી સાથે બેસેલો પોતાનો એક ફોટો શેર કર્યો છે.
બ્રધર્સ ડે પર અલ્લુ સિરીશે બે ભાઈઓ સાથે ફોટો શેર કર્યો અને લખ્યું... - બ્રધર્સ ડે
પોપ્યુલર સાઉથ અભિનેતા અલુ સિરીશે બ્રધર્સ ડેના દિવસે તેના ભાઈઓ અલ્લુ અર્જુન અને અલ્લુ બોબી સાથેની એક ફોટો શેર કરતા સિરીશે કહ્યું કે, આવા ભાઈઓ હોવા એ એક આશીર્વાદ છે.
અલ્લુ સિરીશે બે ભાઈઓ સાથે બ્રધર્સ ડે પર ફોટો શેર
તેણે ફોટો સાથેની કેપ્શનમાં લખ્યુ હતું કે, "હેપી બ્રધર ડે. આભારી છે કે તમે બંનેએ બાળપણથી જ મારા માટે જીવન સરળ બનાવ્યું છે. વધુ પોકેટ મની, ઓછા નિયમો અને માતાપિતા સાથે વધુ મજબૂત લોબી! હાહા. તમારા જેવા બે ભાઈઓ હોવાએ આશીર્વાદ છે! @Allubobi @alluarjunonline."