ગુજરાત

gujarat

અલ્લૂ અર્જુને પત્નીને આપી લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા

By

Published : Mar 6, 2020, 9:20 PM IST

અલ્લૂ અર્જુને તેની પત્ની સ્નેહાને પોતાની લગ્નની વર્ષગાંઠ પર એક પત્ર લખ્યો છે, જેમાં તેમના લગ્નના કેટલાક ફોટા શેર કર્યા છે.

અલ્લૂ અર્જુને પત્નીને આપી લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા
અલ્લૂ અર્જુને પત્નીને આપી લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુને પોતાના લગ્નની 9મી વર્ષગાંઠ પર પત્ની સ્નેહાને એક પત્ર લખ્યો છે. જેમાં તેણે કહ્યું કે સમયની સાથે-સાથે તેનો પ્રેમ વધી રહ્યો છે.

અલ્લૂ અર્જુને ઇન્સ્ટ્રાગ્રામ પર પોતાના લગ્નના ફોટા શેર કર્યા છે. અભિનેતાએ જૂની યાદોની સાથે લગ્નના 9 વર્ષ ખુબ ઝડપથી વિતી ગયા હોવાનું જણાવ્યું. સાથે કહ્યું કે, વર્ષો વિતવાની સાથે પ્રેમ પણ વધી રહ્યો છે.

અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરેલા ફોટોમાં તેનો 5 વર્ષનો પુત્ર, 3 વર્ષની દીકરી અને તેની પત્ની જોવા મળી રહ્યા છે. અભિનેતા છેલ્લે અલા વૈકુંઠપૂમુર્લુમાં જોવા મળ્યા હતા. જે તેમની એક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને ત્રિવિકમ શ્રીનિવાસ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. ફિલ્મમાં પૂજા હેગડે, તબ્બૂ, જયરામ, સુશાંત, નવદીપ પેટૂરાજ, સમુતીરાકાની, મુરલી શર્મા, સુનીલ, સચિન ખેડેકર અને હર્ષ વર્ધન પણ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details