ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Allu Arjun In Bollywood : અલ્લુ અર્જુનની બોલિવૂડમાં એન્ટ્રી! અભિનેતાએ આ પીઢ દિગ્દર્શકની મુલાકાત કરી - Social Media

સુપરસ્ટાર અલ્લુ અર્જુન બોલિવૂડમાં એન્ટ્રી (Allu Arjun In Bollywood entry) કરવા જઈ રહ્યો છે. એવા સમાચાર મળ્યા છે કે, અલ્લુ અર્જુન બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકને મળવા આવ્યો (Allu Arjun Meet Sanjayleela Bhansali) હતો. જાણો એ દિગ્ગજ દિગ્દર્શકનું નામ...

Allu Arjun In Bollywood entry: અલ્લુ અર્જુનની બોલિવૂડમાં એન્ટ્રી! અભિનેતાએ આ પીઢ દિગ્દર્શકની મુલાકાત કરી
Allu Arjun In Bollywood entry: અલ્લુ અર્જુનની બોલિવૂડમાં એન્ટ્રી! અભિનેતાએ આ પીઢ દિગ્દર્શકની મુલાકાત કરી

By

Published : Mar 15, 2022, 3:56 PM IST

ન્યૂઝ ડેસ્ક: પુષ્પા ફેમ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને લઇને ફેન્સ માટે દિલ બાગ બાગ કરી દે તેવા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં અભિનેતાએ જગવિખ્યાત દિગદર્શક સંજય લીલા ભણસાણી સાથે મુલાકાત કરી (Allu Arjun Meet Sanjayleela Bhansali) છે. અલ્લુની આ મુલાકાત એ તરફ ઇશારો કરી રહ્યો છે કે, તે હવે બોલિવૂડમાં એન્ટ્રી (Allu Arjun IN Bollywood entry) કરશે. અલ્લુ અર્જુન સોમવારે ભણસાણીની ઓફિસમાં જોવા મળ્યો હતો.

તે હવે બોલિવૂડમાં આગ લગાવશે?

આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વહેતી થઇ છે. સાથે જ આ તસવીર જોતા એવી અટકળો પણ લગાવી રહ્યાં છે કે, તે હવે બોલિવૂડમાં આગ લગાવશે.

આ પણ વાંચો:Sholay Song Release: જૂનિયર NTR-રામચરણ સાથે દેશભક્તિના રંગમાં રંગાઇ આલિયા ભટ્ટ

ફેન્સ હવે આશા સાથે ઇંતજાર કરી રહ્યાં છે

સંજય લીલા ભણસાલીની ઓફિસમાં અભિનેતાને જોયા બાદ અલ્લુના બોલિવૂડમાં આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવી બાતમી પણ છે કે, સંજય પોતાના નવા પ્રોજેક્ટ માટે એક્ટર અલ્લુને લેવાના મૂડમાં છે, ત્યારે આ સમાચાર સાંભળી ફેન્સ આતુર થઇ ગયા છે અને આશા રાખીને ઇંતજાર કરી રહ્યાં છે કે, ટૂંક સમયમાં તેની ફિલ્મની જાહેરાત કરવામાં આવશે.

પુષ્પાઃ ધ રાઇઝ

અલ્લુ અર્જુને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'થી દેશ અને દુનિયામાં ઘણી ખ્યાતિ હાંસિલ કરી છે. ફિલ્મમાં તેનું પાત્ર પુષ્પરાજ છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ટરનેટ પર છવાયેલું છે. કોરોના મહામારી બાદ પુષ્પાએ બોક્સ ઓફિસ પર કમાણી કરવાના ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' બાદ અલ્લુ અર્જુનનું સ્ટારડમ વધુ વધ્યું છે.

આ પણ વાંચો:The Kashmir Files: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે આ સિરીઝની બોલિવૂડમાં ચૂપી વિશે તો્ડયુ મૌન

ABOUT THE AUTHOR

...view details