- બોલીવુડના હેન્ડસમ હંક રણબીર કપૂરનો આજે જન્મદિવસ
- આલિયા ભટ્ટની ડેટિંગની ચર્ચાઓ
- આલિયા ભટ્ટે રણબીર કપૂરને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી:બોલીવુડના હેન્ડસમ હંક રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ડેટિંગની ચર્ચાઓ બોલિવૂડના કોરિડોરમાં પ્રખ્યાત છે. ચાહકો પણ આ બંનેની જોડીને એક સાથે જોવાનું પસંદ કરે છે. આજકાલ, તેમના લગ્નની વિશે ચર્ચઓ સંભળાય રહી છે. આવી સ્થિતિમાં રણબીર કપૂરના જન્મદિવસ નિમિત્તે તેમની લેડી લવ આલિયા ભટ્ટે તેમને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આલિયા ભટ્ટે પ્રથમ વખત રણબીર કપૂર સાથે રોમેન્ટિક ફોટો શેર કર્યો છે.
આલ્યાએ રોમેન્ટિક ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
રણબીર કપૂરના જન્મદિવસ પર તેના ચાહકો પરિવાર અને મિત્રો તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ દરમિયાન રણબીર કપૂરની લેડી લવએ તેને રોમેન્ટિક ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જેને જોઈને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંનેએ હવે તેમના સંબંધોને સત્તાવાર બનાવી દીધા છે.
આ પણ વાંચો:Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ