ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આલિયા-રણવીર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફરી ધૂમ મચાવશે, રણવીરે શેર કર્યો વીડિયો

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણવીર સિંહની જોડી ફરી એક વાર ફિલ્મી પડદે આવી રહી છે. હાલમાં જ અભિનેતા રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેના વીડિયો જોવા મળી રહ્યા છે. જોકે, બંનેને ફરી એક વાર એક સાથે જોવા માટે દર્શકોમાં ફરી એક વાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આલિયા-રણવીર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફરી ધૂમ મચાવશે, રણવીરે શેર કર્યો વીડિયો
આલિયા-રણવીર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ફરી ધૂમ મચાવશે, રણવીરે શેર કર્યો વીડિયો

By

Published : Aug 20, 2021, 5:07 PM IST

  • આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ફરી એકવાર એકસાથે જોવા મળશે ફિલ્મી પડદે
  • બંને કલાકારોએ આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ શરૂ કર્યું
  • વીડિયોમાં નિર્દેશક કરણ જોહર ફિલ્મ અંગે આપી રહ્યા છે માહિતી


    અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણવીર સિંહ એક સાથે ફિલ્મ ગલ્લી બોયમાં જોવા મળ્યા હતાં. ત્યારે દર્શકોને બંનેની જોડી ઘણી પસંદ આવી હતી. ત્યારે ફરી એક વખત આ જોડી આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. નિર્દેશક કરણ જોહરે ગયા મહિને આ ફિલ્મનું પહેલું પોસ્ટર લોન્ચ કર્યું હતું. ત્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને શૂટિંગની કેટલીક ક્ષણ તેના ફેન્સ સાથે શેર કરી છે. રણવીરે શેર કરેલા વીડિયોમાં કરણ જોહર બેકગ્રાઉન્ડમાં બોલી રહ્યા છે.



ફિલ્મ 2022માં રિલીઝ થશે
રણવીર અને આલિયાની આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહર કરશે. આ સાથે જ બંને કલાકાર પોતાની ફિલ્મને લઈને ઘણા ઉત્સુક છે. જોકે, આ ફિલ્મમાં નવા જમાનાના રોમાન્સથી લઈને જૂની ફિલ્મો જેવી સુગંધ પણ હશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ જોવા મળશે. રણવીરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયોમાં ફિલ્મના સેટની પહેલી ઝલક જોઈ શકાય છે. તો આ વીડિયોમાં આલિયા ભટ્ટ પણ ક્યારેક લાલ તો ક્યારેક લીલી સાડીમાં ગ્લેમરસ દેખાઈ રહી છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details