ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ડેટિંગ કપલ આલિયા અને રણબીર એક ફેશન જાહેરાતમાં સાથે જોવા મળશે - બોલીવુડ ડેટિંગ કપલ

મુંબઈઃ બોલીવુડમાં ચર્ચાતા ડેટિંગ કપલમાં આલિયા અને રણબીરનું નામ મોખરે છે. કથિત રીતે એકા બીજાને ડેટ કરતા કપલ આલિયા અને રણબીર કપુર એક ફેશન કેમ્પેનમાં સાથે જોવા મળશે.

rere

By

Published : Nov 7, 2019, 9:35 PM IST

ઓનલાઈન ફેશન પોર્ટલે જણાવ્યું કે તે પોતાના નવા ફેશન કેમ્પેનમાં બોલીવુડ સ્ટાર આલિયા ભટ્ટ્ અને રણબીર કપુરને એક સાથે લેશે. જેનું પ્રસારણ ટેલીવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર 15 ડિસેમ્બરે પાંચ સપ્તાહ સુધી થશે.

ફેશન પોર્ટલે લગભગ બે વર્ષ પહેલા 'ઈન્ડિયા કા ફેશન કેપિટલ' કેમ્પેનને લોન્ચ કર્યુ હતું.

આ નવા ફેશન કેમ્પેનની થીમ ' ડોન્ટ સ્ટ્રેસ, કરો ઈમ્પ્રેસ' રહેશે. ફેશન પોર્ટલના ઉપાધ્યક્ષ અને માર્કેટિંગ હેડ વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે આ કેમ્પેન અને 'ડોન્ટ સ્ટ્રેસ, કરો ઈમ્પ્રેસ' થીમનો અમારો પ્રસ્તાવ ગ્રાહકોની ફેશન સંબંઘિત ચિંતાઓને દુર કરવામાં મદદ કરશે.

આલિયા અને રણબીર કુપરની વાત કરીએ તો આ બંને સ્ટાર્સ 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details