- રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત
- વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ
- આ પહેલા બોલીવુડ સિંગર બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું
મુંબઈ: કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રણબીર કપૂર કોરોના પોઝિટિવ થયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ છે.
આ પહેલા નિર્દેશક સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા
આલિયાની નવીનતમ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ થોડા અઠવાડિયા પહેલા કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોરોનાની લહેરમાં ફિલ્મ, ટીવી ઉદ્યોગ અને રમતગમત સાથે સંકળાયેલી અનેક જાણીતી હસ્તીઓ આ ખતરનાક વાઇરસની પકડમાં આવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આમીરખાન, કાર્તિક આર્યન, વિકાસ મૈસે, મનોજ બાજપેયી, બપ્પી લેહરી, તારા સુતરીયા પછી આલીયા ભટ્ટનું નામ કોરોના સંક્રમિતના લિસ્ટમાં આવી ગયું છે.
આ પણ વાંચો:'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના ટીઝર પહેલા પોસ્ટર રિલીઝ, આલિયાનો નવો અંદાજ
બિગ બોસ ફેમ મોનાલિસા પણ કોરોના પોઝિટિવ
આ બધાની વચ્ચે બિગ બોસ ફેમ મોનાલિસા પણ આજે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂતે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, "હા મોનાલિસા કોરોના પોઝિટિવ છે, પરંતુ તેમને કોઈ લક્ષણો નથી. તે એસિમ્પટમેટિક અને ઘરે કવોરન્ટાઈન છે." આ પહેલા ગુરુવારે બોલીવુડ સિંગર અને મ્યુઝિશિયન બપ્પી લહેરી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બપ્પીની પુત્રી રીમા લહેરીએ આ માહિતી આપી હતી.
કોરોનાની અસર શૂટિંગ પર જોવા મળી