- આલિયા-રણબીર લગ્ન સ્થળની શોધમાં
- સોશિયલ મીડિયાની તસવીરે ચકચાર મચાવી
- એક ફિલ્મમાં આલિયા-રણબીર રોમાન્સ કરતા જોવા મળશે
ન્યુઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. એકવાર રણબીરે જણાવ્યુ હતુ કે, જો કોઈ રોગચાળો ન હોત તો આ નિર્ણય લીધો હોત. થોડા સમય માટે આરામ કર્યા પછી, આરકે અને આલિયાના લગ્નની ચર્ચાઓ જોર પકડી રહી છે કારણ કે બંનેની રાજસ્થાન યાત્રાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ચાહકો લગ્નની અટકળોને લઈને ઉત્સાહિત
જોધપુર એરપોર્ટ પર રણબીર અને આલિયાની તસવીર સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી રહી છે. અફવા છે કે આ દંપતી તેમના નજીકના લગ્ન માટે સ્થળની શોધ કરી રહ્યું છે. રણબીર અને આલિયાના ચાહકો લગ્નની અટકળોને લઈને ઉત્સાહિત છે. જોધપુર પ્રવાસ પાછળનું કારણ રણબીરનો જન્મદિવસ પણ હોઈ શકે છે જે 28 સપ્ટેમ્બરે આવે છે.
જાણવા મળ્યુ છે કે, રણબીર અને આલિયાએ તેમના રાજસ્થાન પ્રવાસ માટે ખાનગી ચાર્ટર લીધું હતું. જોધપુર પહોંચ્યા બાદ, બંનેએ રસ્તા દ્વારા જવઈ બંધ માટે રવાના થયા હતા.