- 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી
- 6 જાન્યુઆરીના ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે
- ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે
હૈદરાબાદ: આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi)ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મ આવતા વર્ષે 6 જાન્યુઆરીના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભંસાલી (Sanjay Leela Bhansali)એ કર્યું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગૂબાઈ કાઠિયાવાડીના પાત્રમાં જોવા મળશે.
22 વર્ષ બાદ સંજય લીલા ભંસાલી સાથે કામ કરી રહ્યો છે અજય
ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે સાથે અજય દેવગણ (Ajay Devgn) પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ પહેલા અજયે સંજય લીલા ભંસાલીની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' (1999)માં પ્રશંસનીય કામ કર્યું હતું. 22 વર્ષ બાદ એકવાર ફરી અજય અને સંજય એક સાથે કામ કરી રહ્યા છે.
શું છે ફિલ્મની વાર્તા?
આલિયા ભટ્ટ ફિલ્મમાં ગંગુબાઈ કાઠિયાવાડીનું પાત્ર નિભાવતી જોવા મળશે. ફિલ્મની કહાની કમાઠીપુરામાં એક કોઠાની મેડમ ગંગૂબાઈ કોઠેવાલીના જીવન પર બની છે. સાથે જ આ મુંબઈના હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ'ના ચેપ્ટરથી મળતી આવે છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભંસાલી પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.
આલિયાની અપકમિંગ ફિલ્મો