ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેપોટિઝમ મુદ્દે સોની રાઝદાને પુત્રી આલિયાનો કર્યો બચાવ - soni razdan opens up on nepotism row

અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને નેપોટિઝમના મુદ્દે આખરે મૌન તોડ્યું છે. તેણે પ્રશ્ન કર્યો હતો કે, “આજે જે લોકો ભાઈ-ભત્રીજાવાદની ટીકા કરી રહ્યા છે અને જેમણે સમગ્ર વિવાદ શરૂ કર્યો છે, તેમના સંતાનો જો આ ઉદ્યોગમાં આવવા ઈચ્છે તો શું તેઓ તેમને રોકશે?”

નેપોટિઝમ મુદ્દે સોની રાઝદાને પુત્રી આલિયાનો કર્યો બચાવ
નેપોટિઝમ મુદ્દે સોની રાઝદાને પુત્રી આલિયાનો કર્યો બચાવ

By

Published : Jun 24, 2020, 9:07 PM IST

મુંબઈ: આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, સોનમ કપૂર, સોનાક્ષી સિન્હા, અને અર્જુન કપૂર સહિત સ્ટાર સંતાનો પર નેપોટિઝમને લઈને સતત શાબ્દિક હુમલો થઈ રહ્યો છે ત્યારે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પણ આ મુદ્દે મૌન તોડ્યું છે.

સોની રાઝદાને નિર્દેશક હંસલ મહેતાએ કરેલી એક ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે, “અત્યારના સમયમાં નેપોટિઝમને લઈને જે લોકો વિવાદ ઉભો કરી રહ્યા છે તેમના સંતાનો જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવશે ત્યારે શું તે નેપોટિઝમ નહિ ગણાય? ત્યારે શું આ લોકો તેમને ઇન્ડસ્ટ્રીમાં આવવાથી રોકશે?”

નિર્દેશક હંસલ મહેતાએ ટ્વીટ કર્યું હતું કે, "મારા પુત્રને મારા લીધે આ જગ્યા પર પગ મૂકવાની તક મળી, અને કેમ ન મળે? પરંતુ તે પ્રતિભાશાળી, મહેનતુ અને શિસ્તબદ્ધ છે.

તે ફિલ્મ બનાવશે, એટલા માટે નહી કે તેને હું પ્રોડ્યુસ કરીશ, પણ એટલા માટે કેમકે આ તેનું ઝનૂન છે. તેણે તેની કારકિર્દી માટે લડવું પડશે. તે પોતે જ તેના ભવિષ્યનું નિર્માણ કરશે તેના પિતા નહી."

ABOUT THE AUTHOR

...view details