- રણબીર કરી રહ્યો છે દિલ્હીમાં શૂટિંગ
- હંમેશા સાથે દેખાતા આલિયા-રણબીર થઈ ગયા છે દુર
- આલિય-રણબીર બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર દેખાશે સાથે
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)ને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર(Ranbeer Kapoor)ની ખૂબ જ યાદ આવી રહી છે. રણબીર હાલ તેની શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સાથેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીર સાથેનું આ અંતર આલિયા સહન કરી નથી શકતી, ત્યારે આલિયા તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને ફેન્સને બતાવી રહી છે કે તે રણબીરના વિરહમાં શું કરી રહી છે.
આ પણ વાંચો-Bollywood: આલિયા ભટ્ટ આવી રીતે રાખી રહી છે RKને પોતાની નજીક
આલિયાએ પહેરી રણબીરની કેપ
28 જુલાઈના રોજ તેણે 2 ફોટો પોસ્ટ કર્યા હતાં, જેમાંથી એકમાં તેણે રણબીરની કેપ પહેરી છે જેના પર લખ્યું છે, "High as your expectation". આલિયા રણબીરની ગેરહાજરીમાં તેની વસ્તુઓ પહેરી રહી છે. તેણે રણબીરની કેપ પહેરી શેર કરેલી સેલ્ફી સાથે કેપ્શન આપ્યુ છે કે, "When you miss him so you steal his belongings 🧢🙃 (& make sure you take many selfies)."
આ પણ વાંચો-Bollywood Gossip: જાણો, નીતુ સિંહે આલિયા ભટ્ટ સાથે ફોટો શેર કરી કેવું આપ્યું કેપ્શન...
બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર સાથે જોવા મળશે આલિયા-રણબીર
આલિયા અને રણબીર ટૂંક સમયમાં અયાન મુખર્જી(Ayan Mukharjee) ના બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રોય (Moni Roy)ની સાથે બોલિવૂડ આઇકોન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેની (Nargarjun Akkineni) ની પણ છે. આ ફિલ્મ ફેન્ટસી એડવેન્ચર ટ્રાયોલોજીનો પહેલો ભાગ છે.