ગુજરાત

gujarat

By

Published : May 17, 2020, 7:47 PM IST

ETV Bharat / sitara

આલિયા ભટ્ટે પ્રિયજન પાસે કરાવ્યાં હેર કટિંગ, ફેન્સે પુછયું રણબીર કપુર..?

બૉલીવુડની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર હેર કટિંગ કરાવ્યાં બાદ એક ફોટો શેર કર્યો છે. આ પોસ્ટ પર તેમના ફેન્સ અને યુર્ઝસ અનેક કોમેન્ટ કરી રહ્યાં છે.

Alia Bhatt, Etv Bharat
Alia Bhatt

મુંબઈઃ બૉલીવુડની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટે રવિવારે હેર કટ કરાવ્યાં બાદની એક તસવીર શેર કરી છે. આ સાથે તેણે ખુલાસો કર્યો છે કે તેના હેરકટ કરવાનું કામ તેના એક મલ્ટી ટેલેન્ટેડ પ્રિયજને કર્યુ છે.

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'હા, મારા મલ્ટી ટેલેન્ટેડ પ્રિયજનને કારણે હું ઘરમાં જ હેર કટિંગ કરાવી શકી છું, જે જ્યારે પણ મારે જરુર હોય ત્યારે હંમેશા મારી સાથે હોય છે.'

આલિયાના આ કેપ્શને તેના ફેન્સને વિચારતાં કરી મુક્યાં છે, કે આખિરકાર તેમના આ પ્રિયજન કોણ છે..? તેમના પ્રિયજન કયાંક રણબીર કપુર તો નથી ને.

'રાઝી' ફિલ્મથી દર્શકોના દિલમાં છવાયેલી આલ્યાની આ પોસ્ટ અનેક યુર્ઝસ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝર્સે પુછયું કે, શું તે પ્રિયજન રણબીર છે..?' તો અન્ય એક ફેન્સે કહ્યું કે, ' અમે તમારા બધા પ્રિયજન વિશે જાણવા માગીએ છીએ.'

પોતાના હેર કટિંગ લુકને ફ્લોન્ટ કરતાં આલિયાએ કહ્યું કે તે લોકડાઉન દરમિયાન યોગ્ય કામ કરીને અને ખાવાથી પહેલાં કરતાં વધારે "મજબૂત" અને વધુ "ફિટ" થઈ છે.

અભિનેત્રીના કામની વાત કરીએ તો, તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' છે. જેમાં તે રણબીર કપુર સાથે જોવાં મળશે.

ABOUT THE AUTHOR

...view details