ચાહકો હંમેશા બોલિવૂડ સ્ટાર્સના અંગત જીવન પર ખાસ નજર રાખે છે. જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે થોડી વાતોથી ઘણી અફવાઓ થવા લાગે છે. તાજેતરમાં આવું જ કંઈક જોવા મળ્યું છે. આ વખતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને અફવાઓ ચાલી રહી છે. લાંબા સમયથી આ બંનેના સંબંધોને લઈને સમાચાર ચાલી રહ્યા છે, પરંતુ હવે આ બંનેના લગ્નનું કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. આ કાર્ડ પર લગ્નની તારીખથી લગ્નની જગ્યાનો પણ ઉલ્લેખ છે.
રણબીર અને આલિયાનો વેડિંગ કાર્ડ વાયરલ ,જાણો શું છે હકીકત - અભિનેતા રણબીર કપૂર
મુંબઇ: બોલીવુડ અભિનેતા રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં લખ્યું છે કે, શ્રીમતી નીતૂ કપૂર તથા શ્રી ઋષિ કપૂર પોતાના પુત્ર રણબીરના લગ્ન શ્રીમતી સોની તથા શ્રી મુકેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ સાથે કરી રહ્યા છે. બોલીવુડમાં સૌથી ચર્ચામાં રહેતાં કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આગામી 22 જાન્યુઆરીએ લગ્ન કરવા જઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વેડિંગ કાર્ડમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કાર્ડ અનુસાર, રણબીર અને આલિયાના લગ્ન રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસમાં થશે.
વૉટ્સએપ અને ટ્વિટર પર આ વેડિંગ કાર્ડ ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે. અનેક બોલીવુડ ફેન્સ આ ખબર જાણીને ઉત્સાહિત છે અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. રણબીર અને આલિયાના ફેન્સ પોતાના ફેવરેટ બોલીવુડ કપલના લગ્નમાં જવા માટેની પ્લાનિંગ પણ કરી રહ્યાં છે.
ખરેખર, તાજેતરમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડ ખૂબ જ નબળી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં કપૂર-ભટ્ટ પરિવારના સભ્યોના નામની સાથે સાથે લગ્નની તારીખ અને સ્થળ પણ લખ્યા છે. આ કાર્ડ મુજબ લગ્નની તારીખ 22 જાન્યુઆરી 2020 છે અને આ લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં યોજાનાર છે. દેખીતી રીતે આ લગ્નનું કાર્ડ સંપૂર્ણપણે નકલી લાગે છે. ઋષિ કપૂર, નીતુ કપૂરનું નામ કાર્ડ પર લખેલું છે.