ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની 'ગંગૂબાઈ' આલિયા ભટ્ટ આજે મંગળવારે 29 વર્ષની થઈ ગઈ છે. આલિયાનો જન્મ 1993માં મુંબઈમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના આંગણે થયો હતો. આલિયા ભટ્ટે વર્ષ 2012માં ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ કરી દીધો હતો. આલિયાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દસ વર્ષમાં આલિયાએ એકથી એક હિટ ફિલ્મ આપી છે. ફિલ્મો સિવાય આલિયા ભટ્ટ તેના અફેરના (Alia bhatt affairs) સમાચારોને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી છે. હાલમાં, તે અભિનેતા રણબીર કપૂરને ડેટ કરી રહી છે અને ટૂંક સમયમાં લગ્ન (Alia bhatt and ranbir kapoor wedding) કરશે. રણૂબીર પહેલા તેનું નામ કોની સાથે ચર્ચામાં આવ્યું હતુ તે અંગે જાણીએ.
આ પણ વાંચો:BAFTA 2022: 'ધ પાવર ઓફ ધ ડોગ'ને શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ
આલિયા ભટ્ટ અંગે એવી બાતમી છે કે, તેના પહેલા બોયફ્રેન્ડનું નામ રમેશ દુબે હતું. મીડિયા અનુસાર, આલિયા અને રમેશ સ્કૂલના સાથી હતા. રમેશ ફિલ્મી દુનિયાની ઝગમગાટથી દૂર છે, ત્યારે બન્ને વિશે વધુ વિગત મળી નથી.
રમેશ દુબે બાદ આલિયા ભટ્ટનું નામ અલી દાદરકર સાથે ઉછળ્યુ હતું. મીડિયા અનુસાર, બોલિવૂડમાં આવતા પહેલા અલી અને આલિયા અફેરને લઈને ચર્ચામાં હતા. મીડિયા અનુસાર, અલી આલિયાને લઈને ગંભીર પણ હતો.
આ બાદ વર્ષ 2012માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા પછી, તે તેના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં ચર્ચામાં આવી હતી. આલિયા અને સિદ્ધાર્થ બન્નેની આ ડેબ્યુ ફિલ્મ હતી. સિદ્ધાર્થ અને આલિયાના અફેરને લઈને ઘણા અહેવાલો આવ્યા હતા અને એવું પણ કહેવાય છે કે, જેકલીન ફર્નાન્ડીઝની નજીક આવ્યા બાદ આલિયા અને સિદ્ધાર્થ અલગ થઈ ગયા હતા.