ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અલી ફજલ ફરી જોડાયો મિર્ઝાપુરની ટીમ સાથે, કહ્યું- અહીં ઘર જેવું લાગે છે - team mirzapur is home for me

અભિનેતા અલી ફજલ મ્યૂઝિક વીડિયો "આજ ભી" માટે મિર્ઝાપુરના ટીમ સભ્યો સાથે ફરી જોડાયો છે. જેના માટે તે ખુબ ઉત્સાહિત છે. આ મ્યૂઝિક વીડિયોમાં અભિનેત્રી સુરભિ જ્યોતિ પણ તેની સાથે જોવા મળશે.

અલી ફજલ
અલી ફજલ

By

Published : Apr 8, 2020, 8:04 PM IST

મુંબઇ : એક રોમાન્ટિક મ્યૂઝિક વીડિયો માટે હિટ વેબ સીરીઝ "મિર્જાપુર"ની ટીમના અમુક સભ્યોની સાથે અભિનેતા અલી ફજલ જોડાયો છે. આ પ્રોજેક્ટને લઇ તે ખુબ જ ઉત્સાહીત છે.

તેણે આ અંગે કહ્યું કે,"મિર્ઝાપુર"ના સભ્યો સાથે ઘર જેવું લાગે છે. ગુરમીત સિંહ અને સંજય સંગ સાથે ફરી એક સાથે જોડાવા જઇ રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોથી ગુરૂ સાથે કામ કરીને તેની સાથે સારો સમય પ્રસાર કર્યો અમે એક બાજાના વિચારને સમજી લઇએ છીએ.

આ ત્રણ મ્યૂઝિક વીડિયો "આજ ભી" માટે સાથે આવ્યા છીએ. આ વીડિયોમાં અલી એક રોમાન્ટિક હિરોના રોલમાં જોવા મળશે, તો સાથે અલી સાથે અભિનેત્રી સુરભિ જ્યોતિ જોવા મળશે. આલ્બમમાં વિશાલ મિશ્રાએ આવાજ આપ્યો છે. આ ગીત વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, પ્રથમ વખત સુરભિ અને વિશાલ સાથે કામ કરી રહ્યો છું, મને વિશાલ સાથે વાતો કરવી ગમે છે.

ABOUT THE AUTHOR

...view details