ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શૂટિંગને મિસ કરી રહ્યા છે અલી ફઝલ, શેર કરી તસવીર - શૂટિંગને મિસ કરી રહ્યા છે અલી ફઝલ

અલી ફઝલએ પોતાની એક તસવીર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. જેમાં તેમણે કહ્યું કે તેઓ શૂટિંગને મિસ કરી રહ્યા છે. આ પોસ્ટ પર કમેન્ટ કરતાં, તેમની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિચા ચડ્ડાએ લખ્યું, 'હોટ'.

અલી
અલી

By

Published : Jun 5, 2020, 6:24 PM IST

મુંબઇ: અભિનેતા અલી ફઝલે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કેતેઓ શૂટિંગને મિસ કરી રહ્યા છે. આ પછી, તેની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિચા ચડ્ડાએ આ ફોટા પર રમૂજી કમેન્ટ કરી હતી.

અલીએ બ્લેક શર્ટ અને બ્લેઝરમા તેની તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેની સાથે તેણે બ્લેક સનગ્લાસ પણ પહેર્યા છે.

તસવીર સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, "માફ કરશો બસ મને મારા શૂટિંગની યાદ આવી રહી છે. આજે કોઈ જ્ઞાન નથી. ચક્રવાતથી બચી ગયા. લવ યુ ઑલ."

આ ફોટા પર રિચાએ કમેન્ટ બૉકસમાં લખ્યું, "હોટ".

તાજેતરમાં, રિચા અને અલીએ તેમના પ્રશંસકો સાથે મળીને અમરાવતીની ગ્રામીણ હોસ્પિટલોમાં પી.પી.ઇ કીટ દાનમાં આપી હતી.

રિચા અને અલીએ એપ્રિલમાં લગ્ન કરવાનું વિચાર્યું હતું, પરંતુ દેશમાં કોવિડ -19ના કારણે, તેઓએ તેમના લગ્ન મોકૂફ રાખવા પડ્યા.

ABOUT THE AUTHOR

...view details