ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19 પછી દુનિયામાં મોટા પરિવર્તનની રાહ : અલી ફઝલ - માહામારી પછી દુનિયામાં પરિવર્તન

કોવિડ-19ને કારણે આખી દુનિયાની હાલત ખરાબ છે. આ સ્થિતિમાં, દરેક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન અભિનેતા અલી ફઝલે કહ્યું કે, તે આ માહામારી પછી ઉદ્ભવતા પરિવર્તનને જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યો છું.

ali
ali

By

Published : May 12, 2020, 6:24 PM IST

મુંબઈ: બોલીવુડ અભિનેતા અલી ફઝલ આ પડકારજનક સમય પસાર થવાની રાહ જોઇ રહ્યો છે. કારણ કે, તે માને છે કે કોવિડ-19 પછી સમાજ એક પરિવર્તનમાંથી પસાર થશે. જે આપણે પહેલાં ક્યારેય જોયું નહીં હોય.

અલીએ કહ્યું, "મને લાગે છે કે આ તે સમય છે, જ્યારે ઘણા લેખકો તેમના ઘેર બેઠા હોય છે અને તેમના મગજમાં ઘણી વાર્તાઓ રચાય છે. તો પછી આવતા બે-ત્રણ વર્ષમાં આપણને સિનેમાની ઘણી રસપ્રદ વાતો જોવા મળશે." નજીકથી જોઇએ તો ગયા વર્ષના ડિસેમ્બરથી આપણા સમાજમાં રાજકીય અને આર્થિક રીતે ઘણું બધું બન્યું છે અને હવે આ વૈશ્વિક માહામારી...

એક સમાજ તરીકે આપણે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ અને તે ચાલુ રહેશે. સિનેમા એ સમાજનું પ્રતિબિંબ છે, તેથી આવનારા સમયમાં તે એકદમ અલગ હશે. આપણી ફિલ્મોમાં, સુવર્ણ યુગ પચાસ અને સાઠના દાયકામાં આવ્યો કારણ કે આઝાદી પછી આપણો દેશ મોટા પરિવર્તનમાંથી પસાર થયો. કોવિડ -19 પછી, વિશ્વમાં બીજું પરિવર્તન જોવા મળશે, તેથી હું આ પરિવર્તન અને આપણે તેને કેવી રીતે આત્મસાત કરીએ છીએ તે જોવાની રાહ જોઈ રહ્યો છું."

ABOUT THE AUTHOR

...view details