ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અલી ફઝલ અને સુરભી જ્યોતિ વિશાલ મિશ્રાના ન્યુ ટ્રેકમાં જોવા મળશે - અલી ફઝલ અને સુરભી જ્યોતિ, વિશાલ મિશ્રાના ન્યુ ટ્રેકમાં જોવા મળશે

અલી ફઝલ અને સુરભી જ્યોતિની લવ કેમિસ્ટ્રી આગામી વીડિયો સોંગ 'આજ ભી' માં જોવા મળશે. તેના લેખક, ગાયક અને સંગીતકાર વિશાલ મિશ્રાએ કહ્યું હતું કે તે તેમના અંગત અનુભવો વિશે હશે.

etv Bharat
અલી ફઝલ અને સુરભી જ્યોતિ, વિશાલ મિશ્રાના ન્યુ ટ્રેકમાં જોવા મળશે

By

Published : Apr 11, 2020, 12:16 AM IST

મુંબઇ: સિંગર-મ્યુઝિશિયન વિશાલ મિશ્રા એક ગીત લઈને આવ્યા છે. જે તેના પાછલા પ્રેમ-પ્રસંગ અનુભવ વિશે છે. તેના મ્યુઝિક વીડિયોમાં અલી ફઝલ અને સુરભી જ્યોતિની જોડી છે.

વિશાલે 'આજ ભી' ગીત વિશે આઈએએનએસને કહ્યું, કે 'આ મારા માટે ખૂબજ વ્યક્તિગત અનુભવ છે.આના સિવાય, આ સૌથી વધારે સાર્વત્રિક વસ્તુ છે. જેના વિશે અમે વાત કરી રહ્યા છીએ.તે અલગતા અને પ્રેમ વિશેના ગીતો છે, પરંતુ કોઈ સમયની વાત કરતું નથી. જ્યારે તમે અલગ થઈ જશો અને તમે જીવનમાં આગળ વધો છો અને તમે બીજે ક્યાંક પહોંચી જાઓ છો, પરંતુ તમે હજી પણ તે વ્યક્તિ, તેની યાદ અથવા તે ક્ષણને યાદ કરો છો.

તેમણે વધુમાં કહ્યું કે તેમને લાગે છે કે દરેક વ્યક્તિ આમાંથી પસાર થયો હોય છે અને આ ગીત તેમને તેની સુંદર યાદોની યાદ અપાવશે.

અલીએ થોડીવારના ગીતોમાં આખી જિંદગી બતાવવી તેને પડકારજનક ગણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details