આલિયાએ પોતાના ઈન્સ્ટાગ્રાં એકાઉન્ટ પર એક જૂનો ફોટો શરે કરી પોતાની મમ્મીને પ્રેરણાદાયક અને સુંદર આત્મા હોવાથી આભાર વ્યક્ત કર્યો છે. આ ફોટો સાથે આલીયાએ કેપ્શનમાં લખ્યું છે કે, સૌથી પ્રેરણાદાયક, સમજદાર, સુંદર આત્મા હુ તમને ખૂબ જ પ્રેમ કરુ છું. લવ યુ મમ્મા... તમને મારી પાસે હોવા માટે આભાર અને મને જન્મ આપવા બદલ આભાર. જન્મદિવસ મુબારક હો...માઁ. આ ફોટોમાં એક નાની આલિયા પોતાની મમ્મીના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આલિયાની આ પોસ્ટ જોઈને બી-ટાઉનના ઘણા સેલેબ્સે અભિનેત્રીને જન્મદિવસની શુભકામના પાઠવી છે.
આલિયા ભટ્ટની મમ્મી સોની રાજદાનનો આજે બર્થ ડે, દીકરીએ ખાસ અંદાજમાં આપી શુભકામના - mahesh bhatt
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની મમ્મી સોની રાજદાનનો આજે જન્મદિવસ છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ મમ્મી સાથે પોતાના બાળપણની ફોટો શેર કરી જન્મદિવસની શુભકામનાઓ આપી છે. જણાવી દઈએ ક, સોની રાજદાન આજે 63 વર્ષની થઈ ગઈ છે.
ali bhatt wishes mom soni razdan on her birthday
દીયા મિર્જાએ લખ્યું કે, જન્મદિવસ મુબારક હો ! આઈ લવ યુ. સાથે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ કમેન્ટ કરી લખ્યું કે, જન્મદિવસ મુબારક હો...સોની રાજદાન..બહુત સારા પ્યાર આપકો. સોની રાજદાન છેલ્લે 'વૉર' ફિલ્મમાં જોવા મળી હતી, આજે સોની 63 વર્ષની થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, 2018માં આવેલ ફિલ્મ 'રાઝી' માં સાથે કામ કર્યા પછી માતા-પુત્રી 'સડક-2' ફિલ્મના સેટ પર સાથે જોવા મળ્યા હતા. મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પૂજા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.