ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જવાની દિવાની માટે અલાયા. એફને મળ્યો ફિલ્મ ફેર એવોર્ડ - સૈફ અલી ખાન

અભિનેત્રી અલાયા જેણે પોતાનું બોલીવુડમાં ડેબ્યું જવાની-દિવાનીથી કર્યું હતું તેને આ ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો છે, જ્યારે તેને આ સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે આ તેના જીવનનું મોટું લક્ષ્ય હતું.

awadr
જવાની દિવાની માટે અલાયા. એફને મળ્યો ફિલ્મ ફેર એવોર્ડ

By

Published : Mar 31, 2021, 12:59 PM IST

Updated : Mar 31, 2021, 6:13 PM IST

  • અલાયાને પોતાની ડેબ્યુ ફિલ્મ માટે મળ્યો ફિલ્મ ફેર એવોર્ડ
  • અલાયાનો મ્યુઝીક વિડીયો લોન્ચ થયો
  • આગામી સમયમાં 3 ફિલ્મ આવશે

હૈદરાબાદ: પૂજા બેદીની પુત્રી અભિનેત્રી અલાયા એફ.ને પોતાની ડેબ્યુ ફિલ્મ જવાની દિવાની માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો છે. એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતા તેણે જણાવ્યું હતુ કે મહેનતનું પરિણામ સારૂ જ હોય છે.

અલાયાનો મ્યુઝિક વિડીયો થયો લોન્ચ

અલાયા જવાના દિવાની ફિલ્મ પછીની આવનારી ફિલ્મ વિશે લોકોને જણાવે તે પહેલા તે મ્યુઝીક વિડીયો આજ સજીયામાં જોવા મળી હતી જે મગંળવાર 30 માર્ચના દિવસે લોન્ચ થયો હતો. સોન્ગના લોન્ચ પર તેણે જણાવ્યું હતું કે તેને વિશ્વાસ છે કે આ ગીત આવનાર દરેક લગ્નમાં વાગશે.

આ પણ વાંચો : ફેવરીટીઝમ બધા વ્યવસાયોમાં છે: અભિનેતા અમિત સાધ

લાઇફનું મોટું લક્ષ્ય

આ ગીતના લોન્ચ દરમિયાન તેને ફિલ્મફેર એવોર્ડ મળા બબાતે પૂછવામાં આવ્યું હતું તે બબાતે તેણે જણાવ્યું હતું કે , આ એક મોટુ લક્ષ્ય હતુ મારી લાઇફનું, એવોર્ડ મળવા પર તે અલાયાએ શું કહ્યું તે જાણવા માટે આ વિડીયો જુઓ.

તે ફિલ્મ માટે આભારી છે

પોતાની ફિલ્મ જવાની દિવાની વિશે વાત કરતા તે જણાવે છે કે તે ખરેખર આ ફિલ્મને આભારી છે જેમા તેણે સૈફ અને તબ્બુની દિકરીનો રોલ ભજવ્યો છે. અલાયા કહે છે કે, ડેબ્યુ ફિલ્મ તરીકે, હું માનું છુ કે જવાની દિવાની મારા જીવનની શ્રેષ્ઠ વસ્તું છે જે મારી સાથે થઈ. પાછલા એક વર્ષમાં આ ફિલ્મ માટે મારી ઘણી પ્રશંસા થઈ છે અને તેના માટે ખરેખર હું મારી જાતને ખુબ જ ભાગ્યશાળી માનું છું. એક સારા પાત્ર કરતા પણ હું તેના પર નિંબધ લખી શકુ છુ. હું ખરેખર પાત્ર ટીઆને ન્યાય આપી શકી હતી કારણ કે તે એવું જ પાત્ર હતું કે જેમ હું મારી અસલ જિંદગીમાં છું.

આ પણ વાંચો :ગુજરાતી ફિલ્મનું પોસ્ટર પ્રથમવાર કેન્દ્રીયપ્રધાનના હસ્તે રિલીઝ થયું

અલાયાની આવશે 3 ફિલ્મ

અલાયાએ ત્રણ ફિલ્મ સાઇન પ્રોડ્યુસર જય શેખર સ્વામી સાથે કરી છે, પણ તેની આવનાર મોટી પડદાની ફિલ્મી જાહેરાત હજી બાકી છે.

Last Updated : Mar 31, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details