હૈદરાબાદઃ'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી ટ્રેલર રિલીઝ (Ala Vaikunthapuramlo Trailer Release) થઈ ગયું છે. હિન્દી બેલ્ટના દર્શકો છેલ્લા બે વર્ષથી ફિલ્મના હિન્દી વર્ઝનની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ ફિલ્મ વર્ષ 2020માં તેલુગુ ભાષામાં રિલીઝ થઈ હતી.
નિર્માતાઓએ હિન્દી દર્શકોનું દિલ તોડ્યા વિના ફિલ્મને ટીવી પર બતાવવાનું નક્કી કર્યું
આ ફિલ્મ હિન્દીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર નિર્માતાઓએ તેમના પગ પાછા ખેંચવા પડ્યા હતા.આ સાથે નિર્માતાઓએ હિન્દી દર્શકોનું દિલ તોડ્યા વિના ફિલ્મને ટીવી પર બતાવવાનું નક્કી કર્યું છે. હવે આ ફિલ્મ આવતા મહિને ટીવી પર હિન્દીમાં જોઈ શકાશે. જેનું ટ્રેલર હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. અલ્લુની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે જાણીતી છે. તેનું જીવંત અને તાજેતરનું ઉદાહરણ ફિલ્મ 'પુષ્પા-ધ રાઇઝ-પાર્ટ-1' (Film Pushpa) છે.
આ પણ વાંચો:Arab Fashion Week 2022: અરબ ફેશન વીકમાં ભાગ લઇ ઉર્વશી રાૈતેલાએ સર્જ્યો ઇતિહાસ