મુંબઇ: એક ઓનલાઇન ફંડલાઇઝર ગાલાના માધ્યમથી અક્ષય પાત્ર ફાઉન્ડેશન યુએસએ લોકડાઉન શરૂ થવાના બાદથી અત્યાર સુધી 40 મિલિયન એટલે કે 4 કરોડ પ્રવાસી શ્રમિકોને જમવાનું પૂરૂ પાડ્યું છે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા કોવિડ-19 માટે રાહતની રકમ વધારવામાં આવી - corona virus in gujarat
કોવિડ-19ને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે, ઘણા લોકોને બે વખત ખાવાનું મળતું નથી. આવી સ્થિતિમાં સરકાર તેમના માટે ઘણી વ્યવસ્થા કરી રહી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશને પણ આ દિવસોમાં 4 કરોડ પ્રવાસી શ્રમિકોને જમાડ્યા છે. જેના સમર્થકમાં પરેશ રાવલ પણ છે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા કોવિડ -19 માટે રાહતની રકમ વધારવામાં આવી
જણાવવામાં આવે તો આ ભારતીય મૂળની એક સંસ્થા છે. આ સંસ્થા સ્કૂલોમાં વર્ષ દરમિયાન દરરોજ 1.8 મિલિયન ભારતીય બાળકોને જમાવાનું પૂરૂ પાડે છે. હવે તેણે ભારતમાં પ્રવાસી પરિવારોને ખવડાવવા માટે એક મિલિયન ડોલર એટલે કે 10 લાખ ડોલર ભેગા કર્યા છે.
મે માસની શરૂઆતમાં યોજાયેલી તેના બોસ્ટન વર્ચ્યુઅલ ગાલામાં દુનિયાભરના 1,000થી વધુ ઉદ્યોગો, નફાકારક, સરકારી અધિકારીઓ અને પરોપકારી નેતાઓએ ભાગ લીધો હતો.