ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેની ફેનને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ - bollywood actor akshaykumar

ઝાયના ફાતિમા નામની ફેનની રિક્વેસ્ટ પર બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અક્કીએ તેના ટ્વીટર એકાઉન્ટ પર આ અંગેની એક પોસ્ટ શેર કરી હતી.

બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેની ફેનને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે તેની ફેનને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

By

Published : May 6, 2020, 4:21 PM IST

મુંબઇ: બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારના કરોડો ફેન્સ છે. પરંતુ એવા થોડા જ ભાગ્યશાળી ચાહકો હશે કે જેમના જન્મદિવસ પર અક્ષય કુમારે ખાસ પોસ્ટ કરી હોય. ઝાયના ફાતિમા તેવા અમુક ચાહકોમાંની એક છે.

ઝાયના ફાતિમાએ તેના જન્મદિવસ પર અક્ષય કુમારને ટ્વિટર પર ટેગ કરી અને તેને શુભેચ્છા પાઠવવા વિનંતી કરી હતી.

જેના જવાબમાં સુપરસ્ટારે તેની વિનંતી સ્વીકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ખાસ પોસ્ટ મૂકી હતી.

સુપરસ્ટારના આ પ્રકારના પ્રતિસાદથી ઝાયના ફાતિમા ખુબ જ ખુશ થઇ ગઇ હતી અને અક્ષય કુમાર પર દુઆઓનો વરસાદ વરસાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details