ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું દાન કરશે - corona case

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં બેડ, દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના અને તેના પતિ અક્ષય કુમારે 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે.

અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું દાન કરશે
અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું દાન કરશે

By

Published : Apr 28, 2021, 1:04 PM IST

  • હોસ્પિટલમાં દવા, બેડ અને ઓક્સિજનની અછત જોવા મળે છે
  • એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના અને તેના પતિ અક્ષય કુમારે 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય
  • તમામ બોલીવુડ સેલિબ્રીટી પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા લોકોની હેલ્પ કરી રહ્યા

મુંબઇઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. હોસ્પિટલ્સમાં બેડ, દવાઓ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો મદદ કરવા તત્પર છે. એવામાં તમામ બોલીવુડ સેલિબ્રીટી પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા લોકોની હેલ્પ કરી રહ્યા છે. તેઓ એકબીજાના ટ્વીટ આગળ વધારી રહ્યા છે, જેથી જરુરિયાતમંદની મદદ કરી શકાય. આવી જ રીતે એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના અને તેના પતિ અક્ષય કુમારે 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને સ્ટારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર તેમની તારીફ કરવામાં આવી રહી છે.

અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું દાન કરશે

આ પણ વાંચોઃજામનગરમાં એરફોર્સની મદદથી જયપુરથી ઓક્સિજન લવાયો

લંડનના બે ડોક્ટરે 120 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે

ટ્વીન્કલ ખન્નાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, લંડનના બે ડોક્ટરે 120 ઓક્સિજન કંન્સન્ટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાં અક્ષય કુમાર અને મે 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરી છે. આમ કુલ મળીને 220 ઓક્સિજન કંન્સન્ટ્રેટરનું વિતરણ કરવામાં આવશે.

ઓક્સિજન કંન્સન્ટ્રેટર યુકેથી પહોંચાડાશે

આ પહેલા ટ્વિન્કલ ખન્નાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, મને ભરોસાપાત્ર અને રજિસ્ટર એનજીઓ વિશે જાણકારી આપો, જે 100 ઓક્સિજન કંન્સન્ટ્રેટર વિતરણ કરવામાં મદદ કરી શકે. આ કંન્સન્ટ્રેટર સીધા યુકેથી તેમના સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચોઃસુરતમાં ચેમ્બર ઓફ કોમર્સે કોરોનાના હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે ઓક્સિજન બેન્ક શરૂ કરી

અક્ષય કુમારે સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની સંસ્થાને 1 કરોડ રુપિયા ડોનેટ કર્યા

ઉલ્લેખનિય છે કે, અક્ષય કુમારે સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની સંસ્થાને 1 કરોડ રુપિયા ડોનેટ કર્યા હતા. ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. ગૌતમ ગંભીરે અક્ષય કુમારનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details