ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"બેલ બોટમ" ફિલ્મનો અક્ષયનો લુક વાઇરલ, સ્કોટલેન્ડમાં ચાલી રહ્યું છે શૂટિંગ - અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ

અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ સ્પાઇ થ્રિલર ફિલ્મ "બેલ બોટમ"નો અક્ષયનો લુક સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં સ્કોટલેન્ડમાં ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાનના ફોટો ફિલ્મ સમીક્ષક તરણ આદર્શએ પોતોના ટ્વિટ પર શેર કર્યા હતા.

akshay kumar viral pics
akshay kumar viral pics

By

Published : Sep 6, 2020, 1:05 PM IST

મુંબઇ : બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ "બેલ બોટમ"નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. શૂટિંગ દરમિયાનના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. ફોટો જોઇને ચાહકો ફિલ્મ જોવો ઉત્સાહીત જોવા મળી રહ્યા છે.

બેલ બોટમ

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતોના ઓફિશિયલ ટ્વિટર પર આ ફોટો શેર કર્યા હતા. ફોટો શેર કરતા તેમણે લખ્યું કે," બેલ બોટમની પહલી ઝલક, ફિલ્મમાં અક્ષયનો લુક... હાલ ફિલ્મની શૂટિંગ સ્કોટલેન્ડમાં ચાલી રહી છે." જેમાં અક્ષયની સાથે વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરૈશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રંજીત એમ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2 એપ્રિલ 2021ના રોજ રિલીઝ કરવામાં આવશે.

વાઇરલ ફોટોમાં અક્ષય બ્લુ બ્લેઝર રાઉન્ડનેક સ્વેટ શર્ટ અને બ્રાઉન ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. ગયા મહિને અક્ષય, લારા દત્તા અને હુમા કુરેશી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તે તેની ફિલ્મ 'બેલ બોટમ'ના શૂટિંગ માટે નીકળ્યા હતોા.

ABOUT THE AUTHOR

...view details