મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમની લીડ હીરોઈન મળી ગઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર હિરોઈન તરીકે વાણી કપૂરને સાઈન કરી છે. વાણીએ ઈન્સ્ટાગ્રામ પર આ વાત શેર કરી છે.
'બેલબોટમ'માં અક્ષય સાથે વાણી કપૂર લીડ રોલમાં, પ્રથમ વખત અક્ષય-વાણી એક સાથે - વાણી કપૂર લીડ રોલમાં
અભિનેત્રી વાણી કપૂરે અક્ષય કુમાર સાથે કરેલા ફોટોશૂટનો ફોટો શેર કર્યો હતો. વાણીએ જણાવ્યું કે, હું આ પ્રોઝેકટને લઈ ખુબ એકસાઈટેડ છું અને ફિલ્મ બેલબૉટમની શૂટિંગ શરુ કરવાની રાહ જોવું છું, તો અક્ષય કુમારની ફિલ્મ બેલ વૉટમમાં હિરોઈન વાણી કપૂર રહેશે.
Bell Bottom finds
વાણી કપૂરે અક્ષય કપૂરની સાથે ફોટોશૂટનો એક ફોટો શેર કર્યો છે. અક્ષય કુમાર અને વાણી કપૂરની કેમિસ્ટ્રી ફોટોમાં જોવા મળી રહી છે. આવું પ્રથમ વખત હશે, જ્યારે પડદા પર અક્ષય કુમાર સાથે વાણી કપૂરની જોડી જોવા મળશે.
બેલ બૉટમને રંજીત એમ તિવારી ડાયરેક્ટ કરશે. લૉકડાઉન દરમિયાન ફિલ્મની સ્ક્રિપ્ટનું કામનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ફિલ્મની સ્ટોરી અસીમ અરોડા અને પરવેજા શેખે લખી છે. ફિલ્મ 2 એપ્રિલ 2021માં રિલીઝ કરવામાં આવશે.