અક્ષયે ટ્વીટ પોતાની નાગરિકતા પર મૌન તોડ્યુ, ટ્વીટ કરીને આપ્યો જવાબ - Controvercey
ન્યૂઝ ડેસ્ક: ખિલાડી અક્ષય કુમારે ટ્વિટ દ્વારા તેની નાગરિકતા પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો છે. અક્ષય કુમાર ભારતમાં રહે છે પરંતુ તેનું નાગરિક્ત્વ કેનેડાનું છે. પરંતુ અક્ષયના જણાવ્યા અનુસાર તે સંપુર્ણ રીતે ભારતીય છે. ફક્ત પાસપોર્ટ કોઇની નાગરિકતા નક્કી ના કરી શકે તેવુ અક્ષયનું કહેવુ છે.
![અક્ષયે ટ્વીટ પોતાની નાગરિકતા પર મૌન તોડ્યુ, ટ્વીટ કરીને આપ્યો જવાબ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3182183-509-3182183-1556895594126.jpg)
Akshay
અક્ષયે ટ્વીટ કરીને કહ્યુ છે કે, "શા માટે લોકોને મારા નાગરિકત્વ પ્રત્યે આટલો રસ છે.મેં ક્યારેય પણ એ વાતને નકારી નથી કે મારી પાસે કેનેડાનું પાસપોર્સ છે. હું છેલ્લા 7 વર્ષથી કેનેડા નથી ગયો, હું ભારતમાં રહુ છું અને ટેક્ષ પણ ભરુ છું."
Last Updated : May 3, 2019, 8:39 PM IST