ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય-સુનિલની 'ધડકન' ફિલ્મની સિક્વલની થઇ રહી છે ચર્ચા - ધડકન ’સીક્વલ

અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ ધડકનની સિક્વલ વિશે ઘણીવાર સાંભળવામાં આવે છે. જો કે સુનિલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને અક્ષય આ ફિલ્મની સિક્વલમાં તેમના પુત્રોને લોંચ કરવાનું વિચારી રહ્યાં છે. અભિનેત્રીનું કંઈ નક્કી થયું નથી.

અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ધડક ફિલ્મની સિક્વલની થઇ રહિ છે ચર્ચા
અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ધડક ફિલ્મની સિક્વલની થઇ રહિ છે ચર્ચા

By

Published : Apr 27, 2020, 12:21 AM IST

મુંબઈ: બોલિવૂડની સુપરહીટ ફિલ્મ 'ધડકન'ની સિક્વલ ઘણીવાર સાંભળવા મળે છે. પ્રેક્ષકો આ ફિલ્મ જોઈને ખૂબ ઉત્સાહિત છે.

અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ધડક ફિલ્મની સિક્વલની થઇ રહિ છે ચર્ચા

વર્ષ 2000ની ફિલ્મ ધડકનમાં અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી મુખ્ય પાત્ર હતા. હવે આ ફિલ્મની સિક્વલ માટે બંનેના દીકરાઓને લોંચ કરવાની વાત બહાર આવી રહી છે, જો કે, આ ફિલ્મની હિરોઇન કોણ હશે તે નક્કી નથી થયું.

એક વેબસાઇટ અનુસાર, બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ તાજેતરમાં જ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે તેની અને અક્ષય કુમારની ફિલ્મ ધડકની સિક્વલમાં કામ કરવા માટે ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છે, પરંતુ તેમના પુત્રો અહાન શેટ્ટી અને આરવ કુમાર આ વધુ સારી રીતે કરી શકે છે.

ધર્મેશ દર્શન દ્વારા નિર્દેશિત ધડકનમાં શિલ્પા શેટ્ટી કુંદ્રા પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુનીલ શેટ્ટીએ કહ્યું કે, "હું અને અક્ષય હવે વૃદ્ધ થયા છે અને કોઈ આપણા જેવા વૃદ્ધ લોકોને પડદા પર રોમાંસ કરતા જોવાની ઇચ્છા રાખશે નહીં, પરંતુ તેના બદલે અમારા બાળકો સાથે આ ફિલ્મની સિક્વલ કરવાનું રહેશે, પરંતુ શિલ્પાની ભૂમિકા માટે બીજા કોઈની પસંદગી કરવી પડશે તેની પુુત્રી તો છે, પરંતુ તે ખૂબ જ નાની છે.

સુનિલે કહ્યું કે, આ અંગે તેમણે ફિલ્મના નિર્માતા રતન જૈન સાથે પણ ચર્ચા કરી છે. તેમણે તેના વિચારને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે તેમના પુત્રોને 'ધડકન'ની સિક્વલમાં નિર્માતા રતન જૈન સાથે કાસ્ટ કરવા વિશે વિચાર્યું છે અને તેમને પણ આ વિચાર ગમ્યો હતો.

આ અંગે રતન જૈને જણાવ્યું હતું કે, કોરોનો વાઇરસ રોગચાળાને કારણે હાલમાં ફિલ્મનો આ આઈડિયા કોલ્ડ સ્ટોરેજમાં ગયો છે. રતને કહ્યું કે, 'અમે કાસ્ટિંગ પર કામ કરી રહ્યાં હતા, પરંતુ કોરોના વાઇરસના કારણે અને લોકડાઉનને લીધે, કોઈ સ્ક્રીન પરીક્ષણ થઈ શક્યું નહીં. જો બધું જ આપણા આઈડિયા પર રહેશે, તો આપણે આ ફિલ્મનું શૂટિંગ 2021માં શરૂ કરી શકીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details