ટીઝરમાં લાસ્ટ મિનિટ કાઉન્ટડાઉનથી શરૂ થવાનો અવાજ સાંભળવા મળે છે. તેની સાથે જ ફિલ્મના કિરદારોની એક ઝલક જોવા મળે છે. આ ફિલ્મ દેશના મિશન મંગળ પુરૂ કરવાની ઐતિહાસીક ઘટના પર બનેલી છે.
ટીઝરની શરૂઆત રાકેશ ધવન (અક્ષય કુમાર)થી થાય છે. રાકેશ ધવન સાઈન્ટિસ્ટ છે અને તે તેમની પૂરી ટીમને ઈન્સ્ટ્રક્શન દેતા જોવા મળે છે. તારા શિંદ્દે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ), એકા ગાંધી (સોનાક્ષી સિન્હા), પરમેશ્વર નાયડૂ (શરમન જોશી), નેહા સિદ્દિકી (કૃતિ કુલ્હારી), વર્ષા ગૌડા (નિત્યા મેનન), અનાંયે અય્યર (એચ આર દાત્રે) ટીમમાં સામેલ છે.
ટીઝરનો અંત 'સેટેલાઈટ લૉન્ચ'થી શ્રેષ્ઠ સીન સાથે ખત્મ થાય છે. જેના બૈકડ્રોપમાં "સ્કાઈ ઈઝ નોટ લિમિટ" લખ્યું હોય છે. ટીઝરમાં વધુ એક્સાઈટેડ કરનારા ગ્રેટ વિઝ્યુઅલ ઈફેક્ટસ છે.