ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમ 19 ઓગસ્ટે થશે રિલીઝ, 3ડીમાં પણ જોવા મળશે ફિલ્મ - akshay kumar latest film

બોલિવુડમાં અત્યારે જ્યાં પણ જોઈએ ત્યાં અભિનેતા અક્ષય કુમાર જ જોવા મળી રહ્યા છે. ત્યારે અક્ષય કુમાર ફરી એક વાર દર્શકોનું મનોરંજન કરવા ફિલ્મ 'બેલબોટમ' સાથે આવી રહ્યા છે. ત્યારે આ અંગે ખુશીના સમાચાર એ છે કે, આ ફિલ્મ 2ડીની સાથે સાથે 3ડીમાં પણ જોઈ શકાશે. આ અંગે અક્ષય કુમારે આજે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને માહિતી આપી હતી.

અક્ષય કુમાર
અક્ષય કુમાર

By

Published : Aug 2, 2021, 5:40 PM IST

Updated : Aug 2, 2021, 6:00 PM IST

  • બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
  • અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલબોટમ 3ડીમાં પણ જોઈ શકાશે
  • અક્ષય કુમારની આ ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ન્યૂઝ ડેસ્ક: બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'બેલબોટમ' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટરથી લઈને ટીઝર તમામ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ત્યારે આ ફિલ્મને હવે લોકો 2ડીની સાથે સાથે 3ડીમાં પણ જોઈ શકશે. અક્ષય કુમારે આ અંગે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને માહિતી આપી હતી. કોરોનાની બીજી લહેર પછી અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ હી છે. ફિલ્મનું ટીઝર પહેલાથી જ લોકોની ઉત્સુકતા વધારી ચૂક્યું છે.

આ પણ વાંચો- અક્ષય કુમારે શેર કર્યો બેલબોટમ લુક, સ્પાઇ રાઇડ કરાવશે ખેલાડી કુમાર

અક્ષય સાથે ફિલ્મમાં વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરૈશી પણ જોવા મળશે

અભિનેતા અક્ષય કુમારની આ ફિલ્મમાં અભિનેત્રી વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરૈશી પણ જોવા મળશે. જ્યારે પૂજા એન્ટરટેઈન્મેન્ટ વાસુ ભગનાની, દિપશિખા દેશમુખ, મોનિશા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી દ્વારા નિર્મિત એમ્મે એન્ટરટેઈન્મેન્ટ 'બેલબોટમ' પ્રસ્તુત કરે છે. જ્યારે આ ફિલ્મને અસીમ અરોરા અને પરવેઝ શેખે લખી છે.

Last Updated : Aug 2, 2021, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details