હૈદરાબાદ: બોલિવૂડના 'ખિલાડી' એટલે કેઅક્ષય કુમારે તાજેતરમાં જ લગ્નની 21મી વર્ષગાંઠ ઉજવી હતી. આ પ્રસંગે તેઓ પત્ની ટ્વિંકલ ખન્ના અને પુત્રી નિતારા સાથે રણથંભોર નેશનલ પાર્ક (Ranthambore National Park) ગયાં હતા. ભૂતકાળમાં અક્ષય કુમારે અહીંથી ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. અક્ષય કુમારે રવિવારે વધુ એક વીડિયો શેર કર્યો છે.
અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો વીડિયો
અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Akshay Kumar Instagram Account) પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે બકરીઓને ચારો નાંખી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા અક્ષય કુમારે કેપ્શન આપ્યું છે કે, નાની નાની વસ્તુઆમાંથી જ મોટી ખુશી મળી રહી છે.. આનાથી વધુ શું જોઈએ, દરેક દિવસ માટે ભગવાનનો આભાર, અમે પ્રકૃતિની વચ્ચે જીવિત છીએ'. આ પહેલા અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ગાયોને ચારો ખવડાવતો વીડિયો શેર કર્યો હતો. તાજેતરમાં જ બોલિવૂડના સુંદર કપલ (Bollywood Beautiful couple) અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 17 જાન્યુઆરીએ 21 વર્ષ પૂર્ણ થયા છે. ટ્વિંકલ ખન્નાએ આ પ્રસંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.