ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષય કુમારે શેર કર્યુ ‘લાલ ઘાઘરા’ સોન્ગનું ટિઝર - પ્રસવ પીડા

મુંબઈઃ અક્ષય કુમારે રવિવારે પોતાની આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું ડાન્સ સોન્ગ 'લાલ ઘાઘરા'નું ટિઝર રિલીઝ કર્યું હતું. સોમવારે પુરૂ સોન્ગ રિલીઝ કરવામાં આવશે.

akshay kumar share laal ghagra song release
akshay kumar share laal ghagra song release

By

Published : Dec 16, 2019, 8:10 AM IST

અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું નવું ડાન્સ સોન્ગ 'લાલ ઘાઘરા'નું ટિઝર રિલીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં કરિના કપુર લાલ ઘાઘરો પહેરી ડાન્સ કરતી નજરે પડે છે.

સોન્ગના ટીઝરમાં અક્ષય કુમાર અને કરિના કપુરને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ગીતમાં મ્યુઝિક અને આઉટફીટની ઝલક દર્શાવી છે.

અભિનેતાએ સોન્ગનું ટીઝર શેર કરતા લખ્યું કે, ‘કરલો ઘાઘરા ટાઈટ, બેબો ઓર મે આ રહે હે. #lal ghaghraનું ગીત કાલે રિલિઝ થશે.’

ફિલ્મના પ્રમોશનને મનોરંજક અને અનોખું બનાવવા માટે અક્ષય કુમાર અને દિલજીત દોસાંજે લેબર પેઈન ટેસ્ટ લઈ, પ્રસવ પીડાનો અનુભવ કર્યો હતો.

અક્ષય કુમારે વીડિયો શેર કરતા લખ્યું કે, મે અને દિલજીત દોસાંજે પ્રસવ પીડાનો અનુભવ કર્યો, ગુડ ન્યૂઝ... માતાઓની પીડા સમજવા માટે એક નાની શરૂઆત મારા અને દિલજીત દોસાંજે તરફથી. તહેથી દરેક માતાનો આભાર.

દિલજીત દોસાંજે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ જ વીડિયો શેર કરીને દુનિયાની સમગ્ર માતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અપકમિંગ ફિલ્મની કહાની બે પરિણીત કપલ અને તેમના પ્રેમની સફર પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય, કરિના બન્ને બાળકના જન્મ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details