ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અક્ષયએ કહ્યું- 'મને કોઈ ધર્મમાં વિશ્વાસ નથી, પણ ભારતીય હોવાનો ગર્વ' - અક્ષય કુમાર

અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે, મને એકપણ ધર્મમાં વિશ્વાસ નથી, પરંતુ ભારતીય હોવાનો ગર્વ છે. આવનારી ફિલ્મ સૂર્યવંશીની કહાની ભારતીય હોવાનો એહસાસ કરાવે છે. આગામી ફિલ્મ સૂર્યવંશી પણ આ જ ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

Akshay Kumar
અક્ષય કુમાર

By

Published : Mar 9, 2020, 1:33 PM IST

મુંબઇ: સુપરસ્ટાર અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મને કોઈ ધર્મમાં વિશ્વાસ નથી, પરંતુ ભારતીય હોવાનો ગર્વ છે. મારી આગામી ફિલ્મ 'સૂર્યવંશી' ભારતીય હોવાનો અહેસાસ અપાવે છે. રોહિત શેટ્ટી નિર્દશિત ફિલ્મ 'સૂર્યવંશી'માં અક્ષય કુમાર ATS અધિકારીની ભૂમિકા નિભાવે છે.

અભિનેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમારી ફિલ્મ દેશમાં તાજેતરના તોફાનોથી પ્રભાવિત લાગે છે, ત્યારે અક્ષયે જણાવ્યું કે, 'આ સંયોગ છે. આ ફિલ્મ અમે કોઇ ઇરાદાપૂર્વક બનાવી નથી. મારૂ માનવું છે કે, ધર્મનું મહત્વ ભારતીય હોવામાં છે અને એ ફિલ્મ સૂર્યવંશીમાં બતાવવામાં આવ્યું છે.

અક્ષયે વધુમાં જણાવ્યું કે, હું પોઝિટીવ તથા નેગેટીવ રોલ્સવાળી ફિલ્મ બનાવું છું. તે માત્ર એક ભૂમિકા નિભાવે છે. દરેક ફિલ્મમાં સારા અને ખરાબ એવા બે કેરેક્ટર હોય છે, પરંતુ દર્શક વધારે સમજદાર હોય છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં તે એક ATS ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. સૂર્યવંશી રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ છે. જેમાં અજય દેવગન અને રણવીર સિંહ અને કેટરીના કૈફ જોવા મળશે. કેટરીના આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ 24 માર્ચ સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ મજાની વાત એ છે કે, આ ફિલ્મ શુક્રવારે રિલીઝ નહીં થાય તે મંગળવારે રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details