મુંબઇ: અભિનતા અક્ષય કુમાર બુધવારના રોજ મૈસૂર પહોંચ્યા હતા. અભિનેતા ત્યાં બ્રિટિશ એડવેન્ચર શો હોસ્ટ બેયર ગ્રીલ્સની સાથે "ઇન ટુ દ વાઇલ્ડ વીથ બેયર ગ્રીલ્સ"ની શૂટિંગ માટે પહોંચ્યા હતા. સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે બેયર ગ્રીલ્સના એડવેન્ચર શો "ઇન ટુ દ વાઇલ્ડ વિથ બીયર ગ્રીલ્સ"માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. રજનીકાંત શોનું શૂટિંગ પૂરી કર્યા બાદ બંદીપૂર ટાઈગર રિઝર્વથી પરત ફર્યા છે.
હવે અક્ષય કુમાર પણ બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે - into the wild with bear grylls
સુપરસ્ટાર રજનીકાંત બાદ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હવે બેયર ગ્રિલ્સના શો "ઇન ટુ દ વાઇલ્ડ વૂથ બેયર ગ્રિલ્સ"માં જોવા મળશે. અભિનેતા શૂટ માટે મૈસૂર પહોંચ્યા છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રીલ્સના એડવેન્ચર શોમાં નજર આવી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી સાથે ગ્રીલ્સે મેન વર્સેસ વાઈલ્ડનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં કર્યું હતું. આ શો પોપુલર શોની સીરિઝ મેન વર્સેસ વાઇલ્ડથી પ્રેરિત છે, જેમાં બેયર ગ્રીલ્સ જોવા મળ્યાં હતાં.
અક્ષય અને ગ્રીલ્સ ગુરૂવારના રોજ બાંદીપુર નેશનલ ફોરેસ્ટમાં શૂટિંગ શરૂ કરશે. અક્ષય કુમારનું ફિટનેસ લેવલ જોરદાર છે અને તેના ડેરડેવિલ અંદાજના કારણે ખેલાડી તરીકે પણ ઓળખાય છે. અક્ષય એક્શન તથા સ્ટંટ્સ માટે પણ જાણીતો છે.