- અજય દેવગણે દેશભક્તિ કવિતાનું પઠન કર્યું
- કવિતાએ અક્ષયકુમારને ખૂબ ઇમ્પ્રેસ કર્યો
- અજયે કવિતાપઠન દ્વારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે
ન્યૂઝ ડેસ્ક: અજય દેવગણે કવિતા પઠન કરતો એક વીડિયો બનાવ્યો અને તેનો એ અંદાજ દિલ જીતી ગયો. દિલચશ્પ વાત એ છે કે એ કવિતા સાંભળીને અક્ષયકુમાર લાગણીશીલ થઈ ગયો અને આંખોમાં આંસુ છલકાવી દીધાં હતાં. અક્ષયકુમારે પોતે આ ખુલાસો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો છે. આમ તો તમે જાણો જ છો કે અક્ષયકુમાર અને અજય દેવગણ આ બંને અભિનેતાને રુપેરી પડદે દેશભક્તિથી તરબોળ પાત્રો ભજવવા ખૂબ ગમે છે અને પાત્રમાં જોવા લોકો પણ પસંદ કરે છે. તો ભાઈ દેશભક્તિની કવિતા રચના અજય દેવગણ બોલી રહ્યો હોય તો અક્ષયકુમાર પણ ઇમોશનલ ન થાય તો જ નવાઈ. આ કવિતા તેમજ અજય દેવગણ અને અક્ષયકુમારના ટ્વિટ્સ ખૂબ વાયરલ થયાં છે.
આ પણ વાંચો- Ajay Devgan: ડેશિંગ લૂકમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો, ફેન્સે વરસાવી કમેન્ટ્સ
'સિપાહી' કવિતાનો વીડિયો
બોલીવૂડ એક્ટર અજય દેવગણે 'સિપાહી' કવિતા વાંચતો એક વીડિયો બનાવ્યો છે. અજય દેવગણે આ કવિતા શેર કરતાં લખ્યું છે કે 'ભારતના બહાદુરોને દિલથી શ્રદ્ધાંજલિ.' આ રીતે અજય દેવગણે ભારતીય જવાનોને પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે અને તેની એ કવિતાને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- અજય દેવગણે 20 બેડના કોવિડ ICU માટે કરી રૂ. 1 કરોડની આર્થિક મદદ કરી
અક્ષયકુમારે પોતાની અભિવ્યક્તિ જાહેર કરી
અજય દેવગણની દેશભક્તિ કવિતા બોલીવૂડ એક્ટર અક્ષય કુમારના દિલને સ્પર્શી ગઈ હતી. અક્ષયે તરત જ આ કવિતાને ટાંકીને ટ્વીટ કર્યું અને પ્રતિક્રિયા લખી કે 'જ્યારે અસલ જિંદગીમાં લાગણીઓની વાત આવે તો હું બહુ વધુ અભિવ્યક્ત થતો નથી. પણ આ કવિતા સાંભળીને મારા આસું રોકાઈ ન શક્યાં. મને નથી ખબર કે તમારામાં એક શાનદાર કવિ છુપાયેલો છે. કઇ કઇ વાતો પર દિલ જીતતા રહેશો યાર?' પહેલાં તો અક્ષયને પણ લાગ્યું કે આ કવિતા અજય દેવગણે લખી છે. પણ ત્યાં એક વધુ ટ્વીટ કરતાં તેણે લખ્યું કે 'હમણાં જ ખબર પડી કે આ શાનદાર કવિતાને મનોજ મુન્તશિરે લખી છે, જેને અજય દેવગણે વાંચી છે.'