મુંબઇ : કોરોના વાઇરસના ચેપના કારણે ફેલાયેલા રોગચાળા સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીને સહાય આપવાની અપીલ કરી છે. આ અપીલને માન આપીને ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની સહાય પીએમ કેર્સ ફંડમાં આપવાની જાહેરાત કરી છે.
અક્ષયકુમારે 25 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી તેના કારણે તેની પત્નિ ટ્વિંકલ ખન્ના પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. અક્ષયે આ જાહેરાત કરી પછી ટ્વિંકલે તેને પૂછ્યું હતું કે, ખરેખર તે આ દાન આપવા ઈચ્છે છે કેમ કે આ રકમ બહુ મોટી છે. આ ઉપરાંત આપણે આ રકમ ભેગી કરવામાં પણ તકલીફ પડશે.
અક્ષય કુમારે ટ્વિંકલને જવાબ આપ્યો કે, હું જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે મારી પાસે કશું નહોતું અને હવે જ્યારે હું સારી સ્થિતીમાં છું ત્યારે જેમની પાસે કંઈ નથી એવાં લોકો માટે કંઈ કરવામાં હું પાછી પાની કઈ રીતે કરી શકું ?
ટ્વિંકલે આ જાહેરાત પછી પોતે અત્યંત ગર્વ અનુભવતી હોવાની પણ ટ્વિટ કરી હતી.
અક્ષય કુમારની આ પહેલથી ફેન્સ તો ખુશ છે, સૌથી વધુ ગર્વ અનુભવ કરી રહી છે તેની પત્ની અને અભિનેત્રી ટ્વિંકલ ખન્ના. તેણે ટ્વીટર પર એક મોટી પોસ્ટ લખી પોતાની ખુશી વ્યક્ત કરી છે. તે લખે છે- આ વ્યક્તિ મને કેટલો વર્ગનો અનુભવ કરાવે છે. મેં અક્ષયને પૂછ્યું કે શું તે ખરેખર આટલી મોટી રકમ આપશે કારણ કે આટલા પૈસા અમારે ભેગા કરવા પડત. પરંતુ અક્ષયે મને તે વાત કરી કે મારી પાસે કંઇ ન હતું જ્યારે મેં મારૂ કરિયર શરૂ કર્યું હતું, આજે જ્યારે મારી પાસે છે તો પીછેહટ ન કરી શકું. જેની પાસે કંઇ નથી તેની મદદ કર્યા વિના ન રહી શકું.
તે વાતમાં કોઈ શંકા નથી કે અક્ષય કુમારનું આ સુંદર પગલું બીજાને પણ આ સંકટના સમયમાં દેશ માટે કંઇ કરવા પ્રેરિત કરશે. અક્ષય કુમાર દ્વારા આપવામાં આવેલી 25 કરોડની રકમ હિન્દુસ્તાન માટે વરસાદ સાબિત થશે કારણ કે આ સમયે દેશ જે પરિસ્થિતિઓમાં છે, તેવામાં નાની નાની પહેલ મોટો પ્રભાવ પાડશે.