ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Tamil film Sorarai Potaru : હિન્દી રિમેકમાં બોલિવૂડના અક્ષયકુમારની પસંદગી, ટૂંક સમયમાં થશે જાહેરાત - સોરારઇ પોટરૂની હિન્દી રિમેક

અક્ષય કુમાર છેલ્લા 6 મહિનાથી તમિલ ફિલ્મ 'સોરારઇ પોટરૂ'ની (Tamil film Sorarai Potaru) હિન્દી રિમેકને (Tamil film Sorarai Potaru Hindi remake) લઈને ચર્ચામાં હતો, ત્યારે મીડિયા અનુસાર, અક્ષયકુમારે હવે આ ફિલ્મ પર ફાઇનલ મહોર લગાવાની સાથે ટૂંક સમયમાં જ આ ફિલ્મ વિશે સત્તાવાર જાહેરાત પણ કરશે.

Tamil film Sorarai Potaru Hindi remake: સોરારઇ પોટરૂની હિન્દી રિમેકમાં બોલિવૂડ આખિલાડી કુમારની પસંદગી, ટૂંક સમયમાં થશે એલાન
Tamil film Sorarai Potaru Hindi remake: સોરારઇ પોટરૂની હિન્દી રિમેકમાં બોલિવૂડ આખિલાડી કુમારની પસંદગી, ટૂંક સમયમાં થશે એલાન

By

Published : Jan 29, 2022, 5:02 PM IST

Updated : Jan 29, 2022, 6:25 PM IST

હૈદરાબાદઃબોલિવૂડ 'ખિલાડી કુમાર' એટલે કે અક્ષય કુમારના હાથમાં વધુ એક ફિલ્મ આવી ગઈ છે. અક્ષયના આગામી પ્રોજેક્ટ્સમાં 10 થી વધુ ફિલ્મો થઇ ગઇ છે. અભિનેતાને તમિલ સુપરસ્ટાર સુર્યાની ફિલ્મ 'સોરારઇ પોટરૂ'ની (Tamil film Sorarai Potaru) હિન્દી રિમેક (Tamil film Sorarai Potaru Hindi remake) મળી છે, જેની ઓસ્કારમાં પસંદગી થઇ હતી.

આ પણ વાંચો:Film Bachchan Pandey Trailer Release date: જાણો 'બચ્ચન પાંડે'નું ટ્રેલર ક્યારે થશે રિલીઝ?

ફિલ્મ 'સોરારઇ પોટરૂ'ની હિન્દી રિમેક માટે ખિલાડી કુમારની પસંદગી

બોલિવૂડમાં ગયા વર્ષથી દક્ષિણની ઘણી ફિલ્મો પર હિન્દી રિમેકનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આવો જાણીએ અક્ષય કુમારની આ ફિલ્મ સાથે જોડાયેલા સમાચાર વિશે. મીડિયા અહેવાલ અનુસાર, શનિવાર અક્ષય કુમાર માટે ખાસ પૂરવાર થયો છે. એવા સમાચાર મળ્યાં છે કે અક્ષય કુમાર છેલ્લા 6 મહિનાથી તમિલ ફિલ્મ 'સોરારઇ પોટરૂ'ની હિન્દી રિમેકને લઈને ચર્ચામાં હતા. આ વાત માનીએ તો અક્ષય કુમારે પણ આ ફિલ્મને મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મની હિન્દી રિમેકને લઈને અક્ષય કુમાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ પણ છે.

Tamil film Sorarai Potaru Hindi remake: સોરારઇ પોટરૂની હિન્દી રિમેકમાં બોલિવૂડ આખિલાડી કુમારની પસંદગી, ટૂંક સમયમાં થશે એલાન

આ પણ વાંચો:Divorce of Samantha and Chaitany : નાગાર્જુને ટ્વીટ કરીને કહ્યું- સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા પર કોઈ નિવેદન નથી આપ્યું

અક્ષય કુમારને પણ ફિલ્મની વાર્તા ગમી છે

જણાવીએ કે, વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'સોરારઇ પોટરૂ' એર ડેક્કનના ​​ફાઉન્ડર કેપ્ટન જી.આર. ગોપીનાથ અને સુધા કોંગારા પ્રસાદના જીવનથી પ્રેરિત છે. સુધા કોંગારા દ્વારા દિગ્દર્શિત ફિલ્મને બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને અન્ય કેટેગરીમાં ઓસ્કારમાં સામેલ કરવામાં આવી હતી. અક્ષય કુમારને પણ ફિલ્મની વાર્તા ગમી છે અને તે ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત પણ કરશે.

Last Updated : Jan 29, 2022, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details