મુંબઇ : હાલ દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. અભિનેતા અક્ષય કુમાર તેમની શિસ્તબદ્ધ નિયમિતતા માટે જાણીતા છે. ત્યારે હાલ તેઓ સ્કોટલેન્ડમાં ફિલ્મ 'બેલ બોટમ' નું શૂટિંગ કરી રહ્યા છે. ત્યારે તેમણે આઠ કલાક કામ કરવાનો નિયમ તોડ્યો હતો. જ્યારે સુપરસ્ટાર અક્ષય કુમાર મુંબઇથી ગ્લાસગો ફિલ્મસિટીમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ કરવા પહોંચ્યા હતા ત્યારે એક્શન સ્ટારને 18 વર્ષમાં પહેલી વખત ડબલ શિફ્ટમાં ફિલ્મની શૂટિંગનું કામ કરવું પડી રહ્યું છે.
અક્ષય કુમારે 18 વર્ષમાં પહેલી વખત ડબલ શિફ્ટમાં કર્યું શૂટિંગ
દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાયેલી છે. ત્યારે અભિનેતા અક્ષય કુમાર સ્કોટલેન્ડમાં ફિલ્મ 'બેલ બોટમ' નું શૂટિંગ કરી રહ્યા છે. ત્યારે તેમણે આઠ કલાક કામ કરવાનો નિયમ તોડ્યો હતો.
અક્ષય કુમારે 18 વર્ષમાં પહેલી વખત કરી ડબલ શિફ્ટમાં શૂટિંગ
હાલમાં આ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં શૂટ કરવામાં આવી રહ્યું છે. તેમની કોરોના રોગચાળા પછીની પહેલી બોલિવૂડ ફિલ્મ બની છે. 14 દિવસના કોરોન્ટાઇન બાદ ફિલ્મનું બજેટ વિખેરાઇ ગયું હતું. તેથી કિંમતી સમયથી વાકેફ અક્ષયે આઠ કલાક કામ કરવાનો નિયમ તોડયો હતો. અક્ષયે ડબલ શિફ્ટની ભલામણ કરીને દરેકને આશ્ચર્યમાં નાખી દીધા હતા.
રંજિત એમ તિવારી દિગ્દર્શિત ફિલ્મ 2 એપ્રિલ, 2021 ના રોજ રીલિઝ થવાની છે. અક્ષયે આ ફિલ્મનું પહેલું પોસ્ટર ગયા વર્ષે નવેમ્બરમાં રજૂ કર્યું હતું.