ગુજરાત

gujarat

અક્ષય કુમારે શેર કર્યો બેલબોટમ લુક, સ્પાઇ રાઇડ કરાવશે ખેલાડી કુમાર

By

Published : Nov 11, 2019, 9:03 AM IST

મુંબઇ: ટાઈમ મશીનનો આઈડિયા જ રોમાંચક છે. દરેક વ્યક્તિ આ વિશે પોતાની કલ્પનાની ઉડાન ભરે છે. જેમાં ભવિષ્યમાં જવાનું હોય છે અથવા તો ભૂતકાળમાં, જેના વિશે વ્યક્તિ વિચાર કરે. દર્શકોને કોમેડી-ડ્રામાં ફિલ્મ હાઉસફુલ 4થી હસાવ્યા બાદ હિટ મશીન અક્ષય કુમાર હવે તેની આગામી ફિલ્મ બેલબોટમમાં 80ના ક્લાસિક યુગમાં જોવા મળશે. ખેલાડી સ્ટારે ટ્વીટર હેન્ડલ પર ડેશિન્ગ લુક પોસ્ટર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી.

અક્ષય કુમારે શેયર કર્યો બેલબોટમ લુક,સ્પાઇ રાઇડ કરાવશે ખેલાડી કુમાર

ક્લાસિક લુક પોસ્ટરમાં અક્ષયને કોફી બ્રાઉન કલરના બ્લેઝર તથા પેન્ટ સાથે જોઇ શકાય છે. તે આ પોસ્ટરમાં એક જાસુસની જેમ લાગી રહ્યો છે. અભિનેતા વિન્ડેજ કારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરને જોતા લાગી રહ્યું છે કે, ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. જે સિનેમા હોલમાં ધમાલ મચાવશે.

અભિનેતાએ પોસ્ટર શેર કરતા લખ્યું કે, 80ના દશકની રોલર કાસ્ટર સ્પાઇ રાઇડ કરવા માટે તૈયાર થઇ જાઓ. #બેલબોટમ...રિલીઝ 22 જાન્યુઆરી, 2021.

રંજીત એમ તિવારી દ્વારા ડિરેક્ટેડ તથા વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનીષા આડવાણી, મધુ ભોજવાની તથા નિખિલ અડવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 22 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details