મુંબઈ: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે રક્ષાબંધનના તહેવારે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આનંદ એલ રાયના ડાયરેક્શનમાં બાનનારી ફિલ્મનું નામ રક્ષાબંધન હશે. અક્ષયે આ ફિલ્મ તેમની બહેન અલ્કાને સમર્પિત કરી છે.
અક્ષયએ સોશિયલ મીડિયા પર 'રક્ષાબંધન' ફિલ્મનો પ્રથમ લુક શેર કરી અને લખ્યું હતું, જિંદગીમાં બહુ મુશ્કેલી પછી આવી કહાની આવે છે. જે મારા દિલમાં ઊંડાણ સુધી પહોંચે છે. હા કદાચ એટલે જ મારા કરિયરની આ એક એવી પહેલી ફિલ્મ છે. જે મેં એટલી જલ્દી સાઈન કરી છે. આ ફિલ્મ રક્ષાબંધનને હું મારી બહેન અલકા અને દુનિયાના સૌથી મોટા ખાસ બંધન નામે સમર્પિત કરું છું મારી જિંદગીની સૌથી ખાસ ફિલ્મ આપવા માટે આભાર આનંદ એલ રાય.
ફિલ્મની પોસ્ટમાં અક્ષય કુમાર ચાર બહેનો ને ગળે મળતા જોવા મળ્યા હતા