મુંબઇ: સુપરસ્ટાર અક્ષય કુમાર, અજય દેવગણ, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ અને વરૂણ ધવને સોમવારે સાંજે સાડા ચાર વાગ્યે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે લાઇવ ચેટ દરમિયાન તેમની આગામી બ્લોકબસ્ટર ફિલ્મોના ડિજિટલ રિલીઝની પુષ્ટિ કરી હતી.
કુલ 7 ફિલ્મો OTT પર થશે રિલીઝ લાઇવ ચેટ દરમિયાન અક્ષય કુમારની 'લક્ષ્મી બોમ્બ', અજય દેવગણની 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા', આલિયા ભટ્ટની 'સડક 2', અભિષેક બચ્ચનની 'ધ બિગ બુલ', કુણાલ ખેમુની 'લૂટકેસ', સુશાંતની ફિલ્મ "દિલ બેચારા" અને 'ખુદા હાફિઝ' ઓટીટી પર રિલીઝ થશે.
કુલ 7 ફિલ્મો OTT પર થશે રિલીઝ અક્ષયે તેની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' વિશે કહ્યું કે તે તેની હોરર-કોમેડી ફિલ્મ છે. શબીના ખાન અને તુષાર કપૂરે આ ફિલ્મને નિર્મિત કર્યું છે, જ્યારે લોરેન્સ ડિસુઝા દિગ્દર્શન છે.આ ફિલ્મમાં અક્ષયની સાથે કિયારા અડવાણી પણ છે. અક્ષરની કિયારા સાથેની આ ત્રીજી ફિલ્મ છે. કિયારાની ફિલ્મ 'ફગલી' અક્ષય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી, જ્યારે 'ગુડ ન્યૂઝ'માં બંને લીડ રોલમાં હતા.
કુલ 7 ફિલ્મો OTT પર થશે રિલીઝ બીજી તરફ, અજયની આગામી ફિલ્મ 'ભુજ' એક વોર ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા 1971 ના ભારત-પાક યુદ્ધની છે. ફિલ્મમાં અજયે સ્કવોડ્રન નેતા વિજય કાર્ણિકની ભૂમિકા ભજવી છે. સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા પણ મહત્વની ભૂમિકામાં છે.આ ફિલ્મનું નિર્દેશન અભિનેષક દુધઇયાએ કર્યું છે.
કુલ 7 ફિલ્મો OTT પર થશે રિલીઝ કુકી ગુલાટી દ્વારા દિગ્દર્શિત અને અભિષેક બચ્ચન દ્વારા અભિનિત ફિલ્મ 'ધ બિગ બુલ'ના નિર્માતા અજય દેવગન છે. ફિલ્મની વાર્તા 80ના દાયકાથી લઇ 90 દાયકાની શરૂઆતને બતાવવામાં આવ્યું છે. અભિષેક બચ્ચનનું પાત્ર વાસ્તવિક જીવનથી પ્રેરિત છે. અભિષેકે કહ્યું કે આ 'રેગ્સ ટુ રીચર્સ' ની સ્ટોરી છે.
કુલ 7 ફિલ્મો OTT પર થશે રિલીઝ મહેશ ભટ્ટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'સડક 2', જેના દ્વારા તે વર્ષો પછી ડિરેક્શન પર પાછા ફરવા જઇ રહ્યા છે. તેમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે. સંજય દત્ત અને પૂજા ભટ્ટ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે, જે વર્ષો પહેલા આવેલી 'સડક'ની સિકવલ છે.
સ્વ.સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા"ની ઓટીટી રિલીઝની પુષ્ટિ થઈ ચૂકી છે. મુકેશ છાબરા નિર્દેશિત રોમેન્ટિક-ડ્રામા ફિલ્મમાં સંજના સંઘી મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.