ન્યૂઝ ડેસ્ક: છેલ્લા બે અઠવાડિયા પછી પણ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની જ્યોત અકબંધ છે. માત્ર 15 કરોડના બજેટવાળી આ ફિલ્મે બોક્સ ઓફિસ (The Kashmir Files Collecion) પર 200 કરોડની કમાણી કરીને તમામ રેકોર્ડ તોડ્યા છે. આ સંજોગોમાં ફિલ્મની કમાણી હજુ પણ સતત વધી જ રહી છે. આ દરમિયાન અક્ષય કુમારની ફિલ્મ (Akshay Kumar Upcoming Film) બચ્ચન પાંડે (Bachhan Pandey Collection) હોળીના અવસર પર રિલીઝ થઈ હતી, પરંતુ આ ફિલ્મનો જાદુ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સામે ફિક્કો પડ્યો અને લોકોને સંતુષ્ટ કરવામાં સફળ રહી નહી.
અક્ષય કુમારે આપી આ પ્રતિક્રિયા: એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' પર બોલતા અક્ષય કુમારે સ્પષ્ટ કહ્યું કે, 'વિવેકજીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બનાવીને આપણા દેશનું એક ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે. આ ફિલ્મ ભેટ તરીકે આવી, એ બીજી વાત છે કે તેણે મારી ફિલ્મ 'બચ્ચન પાંડે'ને પણ ડૂબાડી દીધી છે.
આ પણ વાંચો:હોટ ક્વિનના જુઓ આ પોઝ અને કરો મજા