મુંબઇ : 'બિગબોસ' ફેઈમ એઝાઝખાનને અપશબ્દોની ટિપ્પણી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે 6 દિવસ પછી તેને જામીન મળી ગયા છે. અભિનેતાએ બહાર નીકળીને ટ્વિટ કર્યું હતું. જેમાં તે ભારતીય બંધારણમાં વિશ્વાસ અને ન્યાય મેળવવાની વાત કરી રહ્યો છે.
એઝાઝ વિરૂધ્ધ ખાર પોલીસ મથકમાં અપશબ્દોની ટિપ્પણી ,માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 18 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.
6 દિવસ પછી તેને જામીન મળતાં ટ્વિટમાં તેણે લખ્યું કે, તમારા બધાંની પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓનો આભાર. મને ન્યાય અપાયો છે. હું મારા વકીલ નાઝનીન ખત્રી અને જોહેબ શેખનો પણ આભારી છું.
અભિનેતાએ હિન્દીમાં પણ એક ટ્વિટ કર્યું જેમાં તેણે લખ્યું કે, શુક્રિયા , માનનીય અદાલત , શુક્રિયા મુંબઇ પોલીસ, શુક્રિયા મને પ્રેમ કરવાવાળાને. મેં હમેંશા કહ્યું કે, મને બંધારણમાં પૂર્ણ વિશ્વાસ છે, આજે ફરી મારો વિશ્વાસ મજબૂત થયો છે. ખોટા સામે ખોટું, અને ગરીબોની મદદ કરવાનું ચાલુ રાખશે. જય હિન્દ'
મળતી માહિતી અનુસાર એઝાઝખાને તેના ફેસબુક લાઇવમાં નેતાઓ, રાજકીય દળો અને મીડિયાકર્મીઓ વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.