ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અજયે કહ્યુ 'તાનાજી ધ અનસંગ વોરિયર'નો સેટ મારા માટે બીજુ ઘર, આ છે કારણ! - અજયે કહ્યું તાનાજીમાં કોજોલ

મુંબઇ: 'તાનાજી ધ અનસંગ વોરિયર'માં અજય દેવગણ તથા કાજોલ સાથે કામ કરી રહ્યા છે. અજયની આ 100મી ફિલ્મ છે. હાલમાં જ અજયે પત્ની કાજોલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે અંગે કહ્યું હતું.

તાનાજી ધ અનસંગ વોરિયર

By

Published : Nov 20, 2019, 2:57 PM IST

અજયે કાજોલ સાથેના કામ કરવા અંગે કહ્યું હતું કે, તેને તો ફિલ્મનો સેટ હોય તેવું ક્યારેય લાગતું જ નહોતું. તેને તો એમ જ હતું કે આ ઘર જ છે. તેઓ બધાની સામે ઘરમાં જે રીતે વર્તન કરતા તે જ રીતે સેટ પર પણ વર્તન કરતા હતા.ટ્રેલર લોન્ચિંગમાં અજય દેવગન, સૈફ અલી ખાન, ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, કો-પ્રોડ્યૂસર્સ ભૂષણ કુમાર, કુમાર મંગત હાજર રહ્યા હતા.

'તાનાજી ધ અનસંગ વોરિયર' ’માં કાજોલ-અજય ઉપરાંત સૈફ અલી ખાન, શરદ કેલ્કર, જગપતિ બાબુ, પંકજ ત્રિપાઠી પણ મહત્ત્વના રોલમાં છે. સૈફ તથા અજયે આ પહેલાં ‘કચ્ચે ધાગે’, ‘એલઓસી કારગિલ’ તથા ‘ઓમકારા’માં સાથે કામ કર્યું હતું. અજયની આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details