મુંબઇઃ અજય દેવગને ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસથી સંબંધિત લૉન્ચ કરેલી 'આરોગ્ય સેતુ' ઍપનો ઉપયોગ કરવાની અપીલ કરતો એક મજેદાર વીડિયો શેર કર્યો હતો.
આ વીડિયોમાં અભિનેતા જીમમાં વર્ક આઉટ કરી રહ્યા છે, ત્યારે તેના જેવો જ દેખાતો વ્યક્તિ તેના બૉડીગાર્ડના રુપે મળે છે. અજય પૂછે છે, 'તમે કોણ છો?'
જેનો જવાબ આપતા તે કહે છે, 'હું સેતુ તમારો પર્સનલ બૉડીગાર્ડ' તેના પર અજય કહે છે, 'મારી પાસે પહેલેથી જ બૉડીગાર્ડ છે, મને કોઇની જરુર નથી.' જેનો જવાબ આપતા સેતુ કહે છે, 'હું અલગ રીતનો બૉડીગાર્ડ છું સર, હું તમને કોરોના વાઇરસથી બચાવીશ.'