મુંબઇઃ અજય દેવગને મંગળવારે પોતાના આવનારા સ્પોર્ટ્સ-ડ્રામા 'મેદાન'નું પહેલું ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું છે.
50 વર્ષીય અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું ટીઝર પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'મેદાન ટીઝર...મેદાન માટે તૈયાર થઇ જાઓ.'
આ શેર કરેલા પોસ્ટરમાં અમુક છોકરાઓ શોર્ટ્સ પહેરેલા જોવા મળી રહ્યાં છે અને માટીથી સજ્જ મેદાનમાં ફુટબોલ રમવા માટે તૈયાર છે.
'મેદાન' એક સ્પોર્ટસ-ડ્રામા છે, જે પ્રસિદ્ધ ખેલાડી સૈયદ અબ્દુલ રહીમ પર આધારીત છે. આ ફિલ્મની સ્ટોરી ભારતીય ફુટબોલના ગોલ્ડન એરા 1952-1962 સુધી 10 વર્ષને દર્શાવવામાં આવશે. એક કૉચના રુપે તેમનો કાર્યકાળ ભારતમાં ફુટબોલના ગોલ્ડન એરાના રુપે માનવામાં આવે છે. કારણ કે, તેમણે 1956ના મેલબર્ન ઓલિમ્પિક ફુટબોલ ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ભારત તે સ્થાનને હાંસિલ કરનારો પહેલો એશિયાઇ દેશ બન્યો હતો.
ગત્ત વર્ષે અજયે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. જેમાં 1952-1962થી વર્ણિત એક ગ્લોબના આકારમાં એક વિશાળ ફુટબોલ અને ભારતી ફુટબોલના 'ધ ગોલ્ડન એરા'ને બતાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં મૅચની સાથે દર્શકોથી ભરેલા સ્ટેડિયમની એક ઝલક બતાવવામાં આવી હતી.
'બધાઇ હો' ફિલ્મ નિર્માતા અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા નિર્મિત અને બોની કપૂર અને ઝી સ્ટુડિયો દ્વારા સહ-નિર્મિત, ફિલ્મમાં ગજરાજ રાવ અને બોમન ઇરાની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
'મેદાન' 27 નવેમ્બર, 2020ના દિવસે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.