ગુજરાત

gujarat

ETV Bharat / sitara

RRR ફિલ્મમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ થયો - RRR movie makers

બોલીવુડ અભિનેતા અજય દેવગને શુક્રવારે પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સાથે જ RRR ફિલ્મના નિર્માતાઓએ અજય દેવગનના જન્મદિવસ પર અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ કરી અજય દેવગનને શુભેચ્છા પાઠવી હતી.

Ajay Devgn
Ajay Devgn

By

Published : Apr 3, 2021, 9:39 AM IST

  • ફિલ્મ નિર્માતાએ RRR ફિલ્મમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ કર્યો
  • RRR ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે
  • એસ. રાજામૌલીની ફિલ્મ RRRમાં રામ ચરણ અને જૂનિયર NTR મુખ્ય ભૂમિકામાં

આ પણ વાંચોઃપ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી થયા કોરોના સંક્રમિત

ન્યૂઝ ડેસ્કઃ બોલીવુડ અભિનેતા અજય દેવગને શુક્રવારે પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો હતો. અજય દેવગનને તેના મિત્રો સહિત તમામ લોકોએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. અજય દેવગન એસ. રાજામૌલીની ફિલ્મ RRRમાં દેખાશે. ફિલ્મના નિર્માતાઓએ RRR ફિલ્મમાં અજય દેવગનનો ફર્સ્ટ લુક રિલિઝ કરી અજય દેવગનને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ પહેલા ફિલ્મ નિર્માતાઓએ આલિયા ભટ્ટ અને રામ ચરણના જન્મદિવસે પણ તેમનો ફર્સ્ટ લુક રિલિઝ કર્યો હતો.

આ પણ વાંચોઃઅમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો

રામ ચરણ અને જૂનિયર NTR ભાઈઓની ભૂમિકામાં જોવા મળશે

RRR ફિલ્મમાં રામ ચરણ અને જૂનિયર NTR મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મમાં બંને અભિનેતા ભાઈઓની ભૂમિકામાં જોવા મળશે. જૂનિયર NTRને કોમારામ ભીમના સ્વરૂપે જ્યારે રામ ચરણ અલ્લૂરી સીતારામ રાજૂની ભૂમિકામાં જોવા મળશે.

RRR ફિલ્મની વાર્તા કાલ્પનિક છે

આપને જણાવી દઈએ કે, RRR એ કાલ્પનિક વાર્તા છે, જે ભારતના સ્વતંત્ર સૈનિક અલ્લુરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની આજુબાજુ જોવા મળશે કે જેમણે બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામ સામે લડાઈ લડી હતી. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલિઝ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details