મુંબઈઃ અજય દેવગને તેના પિતા વીરુ દેવગનની પહેલી પુણ્યતિથી પર ઇન્સ્ટાગ્રામ પર એક વિશેષ વીડિયો શેર કર્યો છે. જેમાં પિતા અને પુત્ર બંનેની ખાસ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો જોવા મળે છે. આ સાથે અભિનેતાએ તેમના પિતાને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે.
અભિનેતા અજય દેવગને બુધવારે પોતાના પિતા વીરૂની પુણ્યતિથી પર યાદ કરતાં વીડિયોને શેર કર્યો હતો. જેમાં તેમને પિતા સાથેની ખાસ તસવીરોનું કલેક્શન પોસ્ટ કર્યુ હતું.
'તાનાજીઃ દ અનસંગ વોરિયર' અભિનેતાએ ઈન્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યો હતો. જેમાં મોનોફ્રેમ તસવીરો જોવા મળી હતી. પિતાને યાદ કરતાં અજય ભાવુક સંદેશ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, " ડિયર ડેડ તમારે ગયાને વર્ષ થઈ ગયા. હું આજે પણ તમને મારી સાથે અનુભવું છું. તમારો અહેસાસ હંમેશા મારી સાથે રહેશે."